Allu Arjun Luxurious Car Collection: એકથી એક મોંઘી કારના માલિક છે પુષ્પા રાજ, જુઓ કાર કલેક્શન

અલ્લુ અર્જુન પાસે બ્લેક રેન્જ રોવર છે જેની કિંમત વર્ષ 2019માં 2.5 થી 4 કરોડ રૂપિયાની વચ્ચે હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In App
લક્ઝરી વાહનોની યાદીમાં અલ્લુ અર્જુન પાસે હમર H2 પણ છે. આ વાહનની કિંમત રૂ.75 લાખની નજીક છે.

Volvo XC90 T8 એક્સેલન્સ પણ આ સૂચિનો એક ભાગ છે. આ કારની વર્તમાન બજાર કિંમત 1 કરોડ 30 લાખ રૂપિયા છે.
અલ્લુ અર્જુનના કાર કલેક્શનમાં Jaguar XJL જેવું મોંઘું વાહન પણ સામેલ છે. તેની બજાર કિંમતની વાત કરીએ તો તેની કિંમત 1 કરોડથી વધુ છે.
અલ્લુ અર્જુને વર્ષ 2019માં વેનિટી વેન લીધી હતી, જેને તેણે 'ધ ફાલ્કન' નામ આપ્યું હતું. અલ્લુ અર્જુનની વેનિટી વેન કોઈ મહેલથી ઓછી નથી, આ વેનિટીની કિંમત 7 કરોડ રૂપિયા છે.
માત્ર કાર જ નહીં, અલ્લુ પાસે પ્રાઈવેટ જેટ પણ છે જેમાં તેણે મુસાફરી દરમિયાન તેના પરિવાર સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
અંગત જીવનની વાત કરીએ તો અલ્લુએ 2011માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. આ હાઈપ્રોફાઈલ લગ્ન સૌથી મોંઘા સેલિબ્રિટી લગ્નોમાંથી એક માનવામાં આવે છે.