Allu Arjun Wife Pics: બે બાળકોની માતા હોવા છતાં ફિટનેસમાં એક્ટ્રેસને ટક્કર આપે છે 'પુષ્પા'ની રિયલ વાઇફ
Allu Arjun Wife Photos: સાઉથ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ આ રિપોર્ટમાં અમે તમને તેની સુંદર પત્નીનો પરિચય કરાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તવમાં અલ્લુ અર્જુનની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે. જે ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
સ્નેહા રેડ્ડી અને અલ્લુના લગ્ન 6 માર્ચ 2011ના રોજ થયા હતા. લગ્ન બાદ આ કપલ બે બાળકોના માતા-પિતા બન્યા છે.
પરંતુ આજે પણ સ્નેહાએ પોતાની જાતને એકદમ ફિટ રાખી છે. તેની આ સુંદર તસવીરો જોઈને કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે તે બે બાળકોની માતા છે.
અલ્લુ અર્જુન ખૂબ જ ટૂંક સમયમાં ફિલ્મ 'પુષ્પા 2'માં જોવા મળવાનો છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
તેમના ચાહકો પણ સ્નેહા અને અલ્લુની જોડી પર ઘણો પ્રેમ વરસાવે છે. આ જ કારણ છે કે આ કપલની તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ થતાની સાથે જ વાયરલ થવા લાગે છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે સ્નેહા સાઉથના એક મોટા બિઝનેસમેનની દીકરી છે અને તેનો પરિવાર અલ્લુ સાથે તેના લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતો.
પરંતુ એક દિવસ અલ્લુના પ્રયાસોને જોઇને સ્નેહાનો પરિવાર લગ્ન માટે સહમત થયો અને પરિવારના આશિર્વાદ સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.