PHOTOS: અંબાણીની થનારી વહુના હાથમાં લાગી મહેંદી, જુઓ મહેંદી સેરેમનીની સુંદર તસવીરો
અનંત અને રાધિકા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ દરમિયાન રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન સાથે જોડાયેલા કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમનીની છે. જેમાં તે પિંક કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
રાધિકા મર્ચન્ટે મહેંદી સેરેમનીમાં ગુલાબી રંગનો લહેંગા પહેર્યો છે. આ સાથે તેના કપાળ પર માંગ ટીકા અને કાનમાં મોટી બુટ્ટીઓ દેખાય છે. રાધિકા મહેંદી લગાવતી વખતે હસતી દેખાઈ રહી છે.
રાધિકા મર્ચન્ટે મહેંદી સેરેમનીમાં હેવી પિંક કલરનો લહેંગા પહેર્યો હતો. તેમજ તેના ગળામાં એક મોટો હાર પહેર્યો હતો. રાધિકાએ પોનીટેલમાં તેના વાળ બાંધ્યા હતા. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ તસવીરો નીતા મુકેશ અંબાણીના ફેન પેજ પરથી શેર કરવામાં આવી છે. રાધિકાની તસવીરો ઉપરાંત એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રાધિકા મર્ચન્ટ હાથ પર મહેંદી લગાવીને 'ઘર મોરે પરદેશિયા' ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.
જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 29 ડિસેમ્બર 2022ના રોજ લાંબા સમયની ગર્લફ્રેન્ડ રાધિકા સાથે સગાઈ કરી હતી. તેમની સગાઈ રાજસ્થાનના નાથદ્વારા મંદિરમાં ધાર્મિક વિધિઓ સાથે થઈ હતી.