Anant-Radhika Love Story: બાળપણના મિત્ર છે રાધિકા અને અનંત અંબાણી, જાણો તેમની લવ સ્ટોરી
Anant-Radhika Love Story: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ આજે લગ્ન કરશે. આ શાહી લગ્નને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ બધા વચ્ચે ચાલો જાણીએ કે કેવી રીતે આ કપલની લવ સ્ટોરી શરૂ થઈ હતી. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન મહિનાઓથી ચાલી રહ્યા છે. ત્યારથી દરેક લોકો મુકેશ અંબાણીના નાના પુત્રના શાહી લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આજે એ દિવસ આવી ગયો જ્યારે અનંત અને રાધિકા લગ્ન કરશે. અનંત-રાધિકાના લગ્નમાં દેશ અને દુનિયાના દરેક ક્ષેત્રની મોટી હસ્તીઓ હાજરી આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનંત-રાધિકા એક બીજાને બાળપણથી ઓળખે છે કારણ કે તેઓ એક જ સોશિયલ સર્કલમાં ઉછર્યા છે
રાધિકા મર્ચન્ટ પણ ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવારમાંથી છે. તેના પિતા વિરેન મર્ચન્ટ અગ્રણી હેલ્થકેર બ્રાન્ડના સીઈઓ તરીકે કામ કરે છે.
અનંત અને રાધિકા બાળપણમાં એકબીજાના સારા મિત્રો હતા પછી તેમની બોન્ડિંગ ધીમે ધીમે પ્રેમમાં બદલાઇ ગઇ હતી.
જો કે બંનેએ તેમના પ્રેમને મીડિયાથી દૂર રાખ્યો હતો. લોકોને તેમના પ્રેમ વિશે 2018માં ખબર પડી જ્યારે તેઓની મેચિંગ ઓલિવ ગ્રીન આઉટફિટ્સ પહેરેલી એક તસવીર ઇન્ટરનેટ પર સામે આવી હતી.
બાદમાં ઇટાલીમાં ઇશા અંબાણીના લગ્નમાં પણ રાધિકા અનંત સાથે જોવા મળી હતી. ત્યારથી રાધિકા અંબાણી પરિવારની સભ્ય બની ગઈ છે.
લગ્નથી લઈને ફંક્શન સુધી રાધિકા અવારનવાર અંબાણી પરિવારના તમામ ફંક્શનમાં જોવા મળતી હતી.
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ આ વર્ષે માર્ચમાં જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન કર્યું હતું. આ દરમિયાન રાધિકાએ પોતાના ભાષણમાં ખુલાસો કર્યો હતો કે જામનગર તે બંને માટે ખૂબ જ ખાસ છે. તેનું કારણ પણ રાધિકાએ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે અનંત અને તેનું બાળપણ જામનગરમાં વિત્યું હતું અને તેઓ અહીં મિત્રો પણ બન્યા હતા.રાધિકાએ ખુલાસો કર્યો હતો કે તે અને અનંત માર્ચ 2020 માં કોવિડને કારણે અહીં બંધ હતા. આ સમયગાળા દરમિયાન તે ઘણા મહિનાઓ સુધી તેના પરિવારના સભ્યોને મળી શક્યા ન હતા.
અનંત-રાધિકાના લગ્ન ત્રણ દિવસ સુધી ચાલશે. 13મી જુલાઈએ શુભ આશીર્વાદ અને 14મી જુલાઈએ લગ્નનું રિસેપ્શન અથવા 'મંગલ ઉત્સવ' હશે.કિમ કાર્દાશિયન, ખલો કાર્દાશિયન, પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના, શાહરૂખ ખાન અને તેમનો પરિવાર, સલમાન ખાન અને દેશ અને દુનિયાની અન્ય ઘણી હસ્તીઓ આમાં હાજરી આપશે.