અંકિતા લોખંડેએ સેકન્ડ ટાઇમ કર્યાં લગ્ન, જાણો શું હતું કારણ , જુઓ તસવીરો
અંકિતા લોખંડે અને વિક્કી જૈન તેમની મેરિડ લાઇફે ખૂબ એન્જોય કરી રહ્યાં છે. આ કપલે 2021ની 14 ડિસેમ્બરે સાત ફેરા લીધા હતા. જો કે થોડા મહિના બાદ ફરી એકવાર અંકિતા અને વિક્કી લગ્ન બંધનમાં બંધાયા છે. જેની સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંકિતા લોખંડે અને વિક્કી હાલ સ્માર્ટ જોડી શોમાં જોવા મળી રહ્યાં છે. જેમાં બંને એક બીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. આ શોમાં બંનેએ તેમની લવસ્ટોરી પણ આખી દુનિયાને બતાવી હતી.
આ શોમાં અંકિતા અને વિક્કીએ તેમના લગ્નને રીક્રિએટ કર્યાં હતા અને એક વખત ફરી એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા.
શોના મંચ પર અંકિતા લોખંડેની માતાએ કહ્યું કે, લગ્ન તો ખૂબ જ લેવિશ હતા પરંતુ એક વાત કહું, મનિષ પોલે કહ્યું કે, બોલી દો.
ત્યારબાદ અંકિતાની માતાએ મરાઠી વેડિંગની ઇચ્છા જાહેર કરી છે. અંકિતાના માતાની ઇચ્છા પુરી કરવા માટે શોના મંચ પર બંનેના મરાઠી રીત રિવાજથી લગ્ન કરવામાં આવ્યાં.
લગ્નમાં અંકિતાએ બ્લુ મરાઠી સાડી પહેરી હતી. આ સાથે તેમને મરાઠી ટ્રેડિશનલ જવેલરી પણ કેરી કરી હતી. તો વ્હાઇટ કુરતા પાયજામામાં બ્લુ દુપટ્ટા સાથે તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
ફોટોને સોશિયલ મીડિયા પર શેર કરતા અંકિતા લોંખેડેએ કેપ્શનમાં લખ્યું, “મમ્મી આપની મરજી, અમારી આજ્ઞા, હાં ફરી એકવાર અમે લગ્ન કર્યા ” આ સાથે લખ્યું કે, “માની ઇચ્છા પુરી કરવા માટે સ્ટારપ્લસને થેક્યુ.