આ હોટ એક્ટ્રેસને કહેવાયું, રોલ જોઇતો હોય તો પ્રોડ્યૂસર સાથે સૂવુ પડશે...

અંકિતા લોખંડેએ કર્યો ખુલાસો

1/5
એક ઇન્ટરવ્યુ દરમિયાન અંકિતા લોખંડેએ મનોરંજનની દુનિયાની નક્કર હકીકત રજૂ કરતા એક પ્રોડ્યૂસરનો પર્દાફાશ કર્યો હતો. તેમણે ઇન્ટરવ્યુ દરમિયાન ચોંકાવનારી વાતો શેર કરી હતી.
2/5
એક ઇન્ટરવ્યુમાં અંકિતાએ કહ્યું કે, તે જ્યારે એક સાઉથ ફિલ્મની ઓડિશન માટે ગઇ હતી ત્યારે તેમને ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો. તેમને રોલ માટે થોડું કોમ્પ્રોમાઇઝ કરવા માટે કહેવામાં આવ્યું હતું
3/5
બોલિવૂડમાં એક્ટર્સનું કાસ્ટિંગ કાઉચ કોઇ નવી વાત નથી. અંકિતા લોખંડે પણ આ વિશે જ પર્દાફાશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમની સાથે પણ કાસ્ટિંગ કોઉચની શરમજનક ઘટના બની હતી.
4/5
સાઉથ ઇન્ડિયાની ફિલ્મમાં કામ કરવા માટે અંકિતા જ્યારે ઓડિશન આપવા માટે ગઇ હતી. ત્યારે તેમને રોલના બદલે થોડું કોમ્પ્રોમાઇઝ કરવા માટે પ્રોડ્યુસર દ્વારા કહેવામાં આવ્યું હતું. અંકિતાએ કહ્યું કે, આ ઘટના ત્યારે બની હતી જ્યારે તે ખૂબ જ યંગ હતી. ઓડિસન સમયે મને પ્રોડ્યુસરે પૂછ્યું હતું કે, શું તમે કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર છો? આ સમયે હું રૂમમાં એકલી હતી અને મારી ઉંમર 19-20 વર્ષની હશે.
5/5
અંકિતાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, હું પણ ખૂબ જ સ્માર્ટ હતી. મેં કહ્યું કે, કોમ્પ્રોમાઇઝ માટે મારે શું કરવું પડશે. કોઇ પાર્ટીમાં જવું પડશે કે પછી તેની સાથે લંચ ડિનર માટે જવું પડશે. ત્યાર બાદ એ શખ્સે સીધું જ મને કહ્યું કે, રોલ મેળવવા માટે મારે પ્રોડ્યુસર સાથે સૂવુ પડશે. જેવી તેમને આવી વાત કરી મેં તેમની બેન્ડ બજાવી દીધી. મેં કહ્યું કે, ‘શું આપને સુવા માટે યુવતી જોઇએ કે, કામ કરવા માટે ટેલેન્ટ જોઇએ? આટલું કહીને હું ત્યાંથી નીકળી ગઇ’
Sponsored Links by Taboola