Rupali Ganguly Net Worth: અનુપમા ઉર્ફ ભાજપમાં ડેબ્યુ કરનાર રૂપાલી ગાંગુલીના એક એપિસોડની ફી જાણી ચૌકી જશો

'અનુપમા' ફેમસ રૂપાલી ગાંગુલીએ આજે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેના માટે ઘણી મહેનત કરી છે. ફિલ્મોમાંથી ટીવી તરફ વળ્યા અને સફળ થયા બાદ તેમને કુલ કેટલી સંપત્તિ બનાવી જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી 1 મે 2024ના રોજ ભાજપમાં જોડાઈ છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા પરંતુ રૂપાલી તેનાથી ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે નાગરિક હોવાના કારણે દરેક વ્યક્તિએ દેશ માટે કંઈક કરવું જોઈએ.

રૂપાલી ગાંગુલી છેલ્લા 4 વર્ષથી 'અનુપમા' દ્વારા ટીવી પર રાજ કરી રહી છે. જો કે, તેણે 2000 માં જ ટીવી પર તેની શરૂઆત કરી હતી અને આ વર્ષો દરમિયાન તેણે 'સંજીવની' અને 'સારાભાઈ ભાઈ વર્સિસ સારાભાઇમાં કામ કર્યું
'અનુપમા'માં લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળ્યા બાદ રૂપાલી ગાંગુલીને દરેક ઘરમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે. ઘણા દર્શકો તેને તેના અસલી નામથી નહીં પરંતુ 'અનુપમા' નામથી ઓળખે છે.
રૂપાલીએ લગભગ 10 વર્ષની ઉંમરે પહેલીવાર ફિલ્મ સાહેબ (1985)માં કામ કર્યું હતું. આ ફિલ્મ રૂપાલીના પિતાની હતી અને તેમાં મિથુન ચક્રવર્તી લીડ રોલમાં હતા. આ સિવાય રૂપાલી ગોવિંદાની ફિલ્મ દો આંખે બારહ હાથ (1997)માં જોવા મળી હતી.રિપોર્ટ્સ અનુસાર, રૂપાલી ગાંગુલીએ 'અનુપમા'માં ફેમસ થયા બાદ પોતાની ફી વધારી દીધી હતી. એવું કહેવાય છે કે એક એપિસોડની તેની ફી 3 લાખ રૂપિયા છે અને આ શો અઠવાડિયામાં 5 દિવસ આવે છે, તેથી તે એક અઠવાડિયામાં 15 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે.
રૂપાલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ગેસ્ટ એપિરિયન્સ અને જાહેરાતોમાંથી પણ સારી કમાણી કરે છે. રૂપાલી પાસે મુંબઈમાં 3 BHK લક્ઝરી ફ્લેટ છે. તેની પાસે મહિન્દ્રા થાર અને મર્સિડીઝ જેવી કાર પણ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રૂપાલી ગાંગુલી વર્ષમાં 4 થી 5 કરોડ રૂપિયા કમાય છે. તેમની કુલ સંપત્તિ લગભગ 25 કરોડ રૂપિયા છે. કરોડોની માલિક હોવા છતાં રૂપાલી સાદું જીવન જીવે છે.
રૂપાલી ગાંગુલીએ 2013માં તેના બોયફ્રેન્ડ અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા હતા. જેમનાથી રૂપાલીને એક પુત્ર પણ છે. રૂપાલી તેના પરિવાર સાથે સુખી જીવન જીવી રહી છે.