જાણીતા ફિલ્મમેકરની દીકરી પડી વિદેશી સ્ટારના પ્રેમમાં, બૉયફ્રેન્ડના બર્થડે પર કિસ કરતી તસવીરથી બધા ચોંક્યા, જુઓ.....
મુંબઇઃ અનુરાગ કશ્યપ ( Anurag Kashyap)ની દીકરી આલિયા કશ્યપ (Aaliyah Kashyap)એ પોતાના બૉયફ્રેન્ડ શેન ગ્રેગોઇરે (Shane Gregoire)ને ખાસ અંદાજમાં બર્થડે વિશ કરી છે. તેને બૉયફ્રેન્ડના બર્થડે પર પોતાની કેટલીય રૉમેન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરી છે. તેમાં કેટલાક ફોટોઝમાં તે રૉમેન્ટિક અંદાજમાં દેખાઇ રહી છે અને ક્યાંક થોડી ફની પણ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરો શેન ગ્રેગોઇરેના 22માં જન્મદિવસ સેલિબ્રેશની છે. આ તસવીરોમાં આલિયા પોતાના બૉયફ્રેન્ડની સાથે લિપ લૉક કરતી પણ દેખાઇ રહી છે. આલિયાએ આ તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું- મારા પ્રેમને 22માં જન્મદિવસની શુભેચ્છા, જે મને દુનિયાની સૌથી કિસ્મત વાળી છોકરી હોવાનો અનુભવ કરાવે છે. હું ગ્રેટફૂલ છુ કે તને મળી, હું તને હંમેશા પ્રેમ કરતી રહીશ.
આ તસવીર તેના લગુના બીચની છે, જ્યાં આલિયા અને શેન કેટલાક દિવસો પહેલા ગયા હતા. આલિયાએ આનો એક વીડિયો પણ શેર કર્યો હતો.
આ તસવીરમાં આલિયા પોતાના બૉયફ્રેન્ડની સાથે ખુબ નજીક દેખાઇ રહી છે. આલિયા શેન ગ્રેગોઇરેને છેલ્લા એક વર્ષથી ડેટ કરી રહી છે. પોતાની દોસ્તીની પહેલી વર્ષગાંઠ પર પણ તેને સોશ્યલ મીડિયા પર એક લાંબી નૉટ લખી હતી.
આ તસવીરોમાં બન્નેનુ બૉન્ડિંગ ખુબ સ્ટ્રૉન્ગ દેખાઇ રહ્યું છે. આલિયા શેનને એક ડેટિંગ એપ દ્વારા મળી હતી. તેનુ કહેવુ હતુ કે તે પોતાના બ્રેકઅપ બાદ ખુબ તુટી ચૂકી હતી અને તેમાંથી નીકળવા માટે ટાઇમ પાસ કરવા આ એપ પર ગઇ હતી. શરૂઆતમાં તેને શેન ગ્રેગોઇરેને પોતાના વિશે ખુલીને બતાવ્યુ પણ હતુ.
આલિયાએ કહ્યું હતુ કે, શેન ગ્રેગોઇરેએ તેને મળવા માટે કહ્યું હતુ તે તેને ટાળી દેવા ઇચ્છતી હતી, અને શેનને ઘૉસ્ટ કરવા ઇચ્છતી હતી. પરંતુ બાદમાં તેની દોસ્ત સુહાના ખાને તેને સમજાવી ત્યારે તેને શેન ગ્રેગોઇરે સાથે આગળ વધવા વિશે વિચાર્યુ.
આલિયાએ અહીં શેન ગ્રેગોઇરેની એક એવી તસવીર શેર કરી છે, જ્યાં તે પોતાના ડૉગીની સાથે એન્જૉય કરી રહ્યો છે.
બર્થડે પર શેનની આ તસવીર શેર કરીને આલિયાએ સાબિત કરી દીધુ છે તે કેટલી ફની છે. બર્થડેના દિવસે પણ તે પોતાના બૉયફ્રેન્ડને છોડવા બાઝ નથી આવી. આલિયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેની પૉસ્ટ પર તેના ફેન્સ ખુબ લાઇક્સ કરી રહ્યાં છે.