ધોરણ-12 પાસ માટે સેનામાં અધિકારી બનવાની તક, UPSC NDA-2 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ
UPSC NDA-2 2024 પાસ કરીને ભારતીય આર્મી (Army), એરફોર્સ (Air Force) અને નેવી (Navy)માં ઓફિસર બની શકે છે. NDA પરીક્ષાના બે સ્તર હોય છે. સૌ પ્રથમ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન લેખિત પરીક્ષાનું આયોજન કરે છે. સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB) તે પાસ કરનારાઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) 404 ખાલી જગ્યાઓ પર ભરતી માટે એનડીએ પ્રવેશ પરીક્ષાની સૂચના બહાર પાડી છે. તેના દ્વારા નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ના 153મા કોર્સ અને નેવલ એકેડમી (INA)ના 153મા કોર્સમાં એડમિશન મળશે.
UPSC NDA પરીક્ષા માટેની અરજી ફી જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની નથી. તેમના માટે એપ્લિકેશન મફત છે.
વય મર્યાદા- NDA પરીક્ષા માટે પુરુષ અને સ્ત્રી બંને ઉમેદવારો અપરિણીત હોવા જોઈએ. ઉપરાંત, જન્મ 2 જાન્યુઆરી, 2006 થી 1 જાન્યુઆરી, 2009 ની વચ્ચે થયો હોવો જોઈએ.
શૈક્ષણિક લાયકાત- આર્મી (Army) વિંગ માટે કોઈપણ સ્ટ્રીમમાં 12મું પાસ હોવું જોઈએ. જ્યારે એરફોર્સ (Air Force) અને નેવલ વિંગ માટે ઉમેદવારોએ 12મું વિજ્ઞાન પ્રવાહ (ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત) પાસ કરેલ હોવું જોઈએ.