Cannes 2024: કાન્સના રેડ કાર્પેટમાં સાડી પહેરી ઉતરી બાંગ્લાદેશની એક્ટ્રેસ, જુઓ તસવીરો
Ashna Habib Bhabna Cannes Look: બાંગ્લાદેશી અભિનેત્રી આશના હબીબ ભાબનાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ કાન્સના રેડ કાર્પેટ પર સાડી પહેરીને મહેફિલ લૂંટી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆશના હબીબે કાન્સમાં યોજાયેલી ઘણી ઇવેન્ટ્સમાં સાડી પહેરી હતી. તેણીએ ટ્રેડિશનલ લૂકથી લોકોને ઘાયલ કર્યા હતા. તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર છે.
કાન્સના તમામ લૂકમાંથી આશનાની આ રેડ સાડીનો લૂક સૌથી વધુ હાઇલાઇટમાં રહ્યો હતો. અભિનેત્રી આ સાડીમાં નવપરિણીત દુલ્હન જેવી લાગી રહી છે.
લાલ બનારસી સાડીમાં મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ, હાથમાં ઘણી બધી લાલ બંગડીઓ અને કપાળ પર લાલ બિંદી સાથે આશના ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે ગોલ્ડન નેકલેસ, સ્લિક બન હેરસ્ટાઇલ અને બોલ્ડ રેડ લિપસ્ટિક સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો.
ખાસ વાત એ છે કે આશનાએ જે સાડી પહેરી છે તે તેની માતાના લગ્નની સાડી છે. અભિનેત્રીએ પોતે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણીએ કહ્યું હતું કે તેણી જાણતી હતી કે કાન્સ માટે આનાથી વધુ સારો આઉટફિટ હોઇ શકે નહીં.
આશનાએ લખ્યું- 'મને ખબર હતી કે મારી માતાની લાલ સાડીની લાગણીને ટક્કર આપી શકે તેવો બીજો કોઈ ડ્રેસ નથી. તે માત્ર એક ડ્રેસ કરતાં વધુ હતું, તે મારા મૂળ, મારા કુટુંબ અને મારા વારસા સાથેનું જોડાયેલું હતું. તેથી કોઈપણ ખચકાટ વિના મેં કાન્સમાં મારા ખાસ દિવસ માટે તેને પહેરવાનું નક્કી કર્યું.
આશનાના આ ડિઝાઈનર સાડી લૂકની પણ ખૂબ ચર્ચા થઈ હતી. આ લાલ રંગની ઑફ શોલ્ડર હાઈ સ્લિટ ડિઝાઈનની સાડી ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આશના હબીબનો આ ગ્રીન સાડી લૂક પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. અભિનેત્રીએ આ સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. આ ગોલ્ડન કલરના બ્લાઉઝ પર બે મોર દોર્યા હતા જે ખૂબ જ ક્લાસિક ટચ આપી રહ્યા હતા.