Pics: 'બાર્બી' બનીને કંઇક આ રીતે જોવા મળી Shehnaaz Gill, સુંદર અદાઓ પર તમે પણ થઇ જશો લટ્ટૂ.........
Shehnaaz Gill Photos: એક્ટ્રેસ શહનાઝ ગિલની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. આ તસવીરો ફોટોગ્રાફર ડબ્બૂ રતલામીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં એક્ટ્રેસનો બાર્બી લૂક જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક્ટ્રેસ શહનાઝ ગિલના અત્યારે લાખોમાં ચાહકો છે. લોકપ્રિયતા પણ દિવસે દિવસે વધી રહી છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં ટૉપ એક્ટ્રેસમાં તેનુ નામ સામેલ છે.
ઇન્ટરનેટ પર વાયરલ થયેલી આ તસવીરોમાં શહનાઝ ગિલનો બાર્બી લૂક લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતલામીએ આને શેર કરી છે. આ તસવીરોમાં શહનાઝ ગિલ પિન્ક કલરની શૉર્ટ અને પિન્ક કલરની ફ્રૉક પહેરીને ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે.
ઓલ પિન્ક આઉટફિટમાં શહનાઝ ગિલ એકદમ સેક્સી અને બૉલ્ડ દેખાઇ રહી છે. ફેન્સ તેની તસવીરો કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે. શહનાઝનો આ લુક નેટીઝન્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. ફોટોમાં શહનાઝના આઉટફિટે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
અભિનેત્રી શહનાઝ ગિલને રિયાલિટી શો બિગ બોસના કારણે ખાસ લોકપ્રિયતા મળી હતી. શહનાઝ ગિલે બિગ બૉસમાં બાદ પોતાનુ વજન ખુબ ઉતારી દીધુ છે. તે હવેકમાલની ફેટ ટૂ ફિટ બની ચૂકી છે. બિગ બૉસમાં એક્ટર સિદ્વાર્થ શુક્લા સાથે તેની જોડી ખુબ હિટ થઇ હતી, જોકે, સિદ્વાર્થનુ હાર્ટ એટેકથી અચાનક નિધન થતાં શહનાઝ ટુટી ગઇ હતી.
હાલમાં જ તેણે રેમ્પ વોકમાં ડેબ્યુ કર્યું છે. અમદાવાદમાં તે ડિઝાઇનર સામંત ચૌહાણ માટે રેમ્પ વોક કરતી જોવા મળી હતી.
શહનાઝ ટૂંક સમયમાં ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં જોવા મળવાની છે. આ વાતની પુષ્ટિ થઈ નથી પરંતુ એવા અહેવાલો છે કે તે સલમાન ખાનની ફિલ્મથી ડેબ્યૂ કરશે.
અભિનેત્રી શહનાઝ ગિલ
અભિનેત્રી શહનાઝ ગિલ