આલિયા ભટ્ટની પહેલાં આ ચાર હસિનાઓ સાથે રણબીર કપૂરનો રહ્યો છે સંબંધ, આખરે હવે આલિયા સાથે કરશે લગ્ન
4 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ હવે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના આ સંબંધને નામ આપવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 15 થી 17 એપ્રિલ વચ્ચે આલિયા અને રણબીર લગ્ન કરવા જઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમાચાર મળી રહ્યા છે કે, એપ્રિલ મહિનાની 15 થી 17 તારીખ સુધીમાં આ કપલ લગ્ન કરી લેશે. હવે લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. હાલ આલિયા અને રણબીર પોતાના કેટલાક પ્રોજેક્ટને પુરા કરી રહ્યા છે જેથી કરીને લગ્ન દરમિયાન બંને ફ્રી રહી શકે.
આલિયા પહેલાં રણબીર કપૂરનું નામ બીજી ઘણી હસીનાઓ સાથે જાડાઈ ચુક્યું છે. જેમાં સોનમ કપૂરથી લઈને કૈટરીના કૈફનો પણ સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રણબીર સૌ પ્રથમ અવંતિકા મલિક સાથે સંબંધમાં હતો. આ એ સમયની વાત છે જ્યારે રણબીરે બોલીવૂડ ડેબ્યુ પણ નહોતું કર્યું. જો કે, અમુક કારણોસર આ સંબંધ આગળ ના વધી શક્યો. અવંતિકાએ પણ આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાન સાથે લગ્ન કરી લીધા હતા.
રણબીર કપૂરે પોતાની ડેબ્યુ ફિલ્મમાં હિરોઈન રહેલી સોનમ કપૂર સાથે પણ અફેર કર્યું હતું. સ્ક્રિન શેર કર્યા બાદ બંનેનો સંબંધ આગળ વધ્યો હતો પણ પછી આ સંબંધ પણ ઘણો લાંબો નહોતો ટક્યો.
જો બોલીવૂડમાં લવ એંગલની વાત થાય તો દીપિકા પાદૂકોણ અને રણબીર કપૂરનું નામ ચોક્કસથી લેવાય છે. દીપિકા રણબીર સાથેના સંબંધને લઈને ઘણી સીરિયસ હતી. દીપિકાએ પોતાના ગળાના ભાગે રણબીરના નામનું ટૈટુ પણ બનાવ્યું હતું. પણ પછી દીપિકાએ આરોપ લગાવ્યો હતો કે રણબીરે તેને દગો આપ્યો છે.
દીપિકા સાથે સંબંધ તોડ્યા બાદ રણબીરે કેટરીના કૈફ સાથે ઈશ્ક લડાવ્યો હતો. બંનેએ પોતાના સંબંધની વાત ભલે ના કબૂલી હોય પણ તેમની ઘણા ફોટો વાયરલ થયા હતા. 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ રણબીર અને કેટરીના અલગ થઈ ગયા હતા.