Aamrapali Dubeyએ ખરીદી 42 લાખ રૂપિયાની લક્ઝરી કાર
Bhojpuri News: ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબેના કાફલામાં રેન્જ રોવર BMW જેવી મોંઘી કાર છે. હવે ટોયોટાની આ લક્ઝરી કાર આ લિસ્ટમાં સામેલ થઇ ગઇ છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ્રપાલી દુબેનું નામ ભોજપુરી સિનેમાની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. અભિનેત્રી પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે
તાજેતરમાં આમ્રપાલી દુબેએ પોતાના કાફલામાં ટોયોટા ફોર્ચ્યુનર લેજેન્ડર કાર સામેલ કરી છે. આ નવા કારની કિંમત 42 લાખ રૂપિયા છે.
પોતાની કારની નવી તસવીર શેર કરતી વખતે આમ્રપાલી દુબેએ કેપ્શનમાં હાર્ટ ઈમોજી શેર કર્યું છે.
આમ્રપાલી દુબે હંમેશાથી લક્ઝરી કારની શોખીન છે. આમ્રપાલી દુબેના કાફલામાં રેન્જ રોવર, BMW જેવી મોંઘી કાર છે.
આમ્રપાલી દુબેની તસવીર પર ચાહકોની સાથે ભોજપુરી જગતના પ્રખ્યાત સ્ટાર્સ પણ તેને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.
આમ્રપાલી દુબે દરેક બીજી ફિલ્મ માટે 8,00,000 થી 10,00,000 રૂપિયા ચાર્જ કરે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આમ્રપાલી લગભગ 30 કરોડની પ્રોપર્ટીની માલિક છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.