ભોજપુરી એક્ટ્રેસ Monalisaએ ઓપન શર્ટમાં બતાવ્યું ટોન્ડ ફિગર, ફોટો જોઈ ફેન્સ થયા ફિદા
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાના ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. મોનાલિસા રોજ ઈંસ્ટાગ્રામ પર નવા-નવા લૂકમાં ફોટો શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોનાલિસા હવે ભોજપુરી સિનેમાથી લઈને ટીવીનો મોટો ચહેરો બની ગઈ છે. મોનાલિસાના ચાહકો હવે દેશભરમાં જોવા મળે છે.
મોનાલિસાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેની સુંદર સ્ટાઈલ જોવા મળી રહી છે.
આ તસવીરોમાં મોનાલિસા આછા ગુલાબી રંગના ઓપન શર્ટની સાથે પર્પલ સ્કર્ટ પહેર્યું છે. આ સાથે મોનાલિસાએ શર્ટના બટન ખુલ્લા રાખ્યાં છે.
મોનાલિસા રોજ પોતાની કાતિલ અદાઓના ફોટો શેર કરીને હેડલાઈન્સ બનાવતી જોવા મળે છે. ત્યારે આ નવા અંદાજમાં ફોટો શેર કરીને મોનાલિસાએ ફરી ફેન્સના દિલની ધડકન તેજ કરી દીધી છે.
મોનાલિસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. જેના માટે તેણે ઘણી હેડલાઇન્સ પણ બનાવી છે.
મોનાલિસા ચાહકોમાં પોતાનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી. એક્ટ્રેસની દરેક એક્ટિંગ ફેન્સને પસંદ આવે છે.
તમને જણાવી દઈએ કે મોનાલિસા સલમાન ખાનના શો બિગ બોસ સીઝન 10માં પણ જોવા મળી છે. આ શો પછી મોનાલિસાની લોકપ્રિયતા દેશભરમાં વધી ગઈ છે.