Sahar Afsha Wedding : ભોજપુરી ફિલ્મો છોડ્યા બાદ સહર અફશાએ નિકાહ કર્યા
ભોજપુરી ક્વીન સહર અફશાએ ઇસ્લામના રસ્તે ચાલવા માટે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું હતું. ગ્લેમર વર્લ્ડ છોડ્યા પછી તરત જ સહર અફશાએ અરિઝ શેખ સાથે લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
સહર અફશાએ દર્શકો સાથે લગ્નની સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે દુલ્હનના ડ્રેસમાં કોઈ અપ્સરાથી ઓછી દેખાઈ રહી છે.
સહરે 11 ઓક્ટોબરે બેંગ્લોરમાં નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે લગ્ન કર્યા હતા.
સહર અફશાના લગ્નમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પહોંચેલી સના ખાને બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
લાલ ડ્રેસમાં જોવા મળેલી સહર અફશાએ લગ્નના 2 મહિના બાદ પોતાની સુંદર પળોને ફેન્સ સાથે શેર કરી છે.
અભિનેત્રીએ માત્ર લગ્નના ફોટા જ નહીં પરંતુ દરેક લગ્ન સમારંભના ફોટા અને વીડિયો પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
image 8