Archana Gautam: 20 રૂપિયા કમાવવા માટે અર્ચના ગૌતમે કર્યું છે આ કામ, પછી કેવી રીતે બની મિસ બિકિની ઇન્ડિયા
'બિગ બોસ 16'ની ફેમસ સ્પર્ધક અર્ચના ગૌતમે હાલમાં જ તેની શરૂઆતની કારકિર્દી વિશે મોટા ખુલાસા કર્યા છે. મોડલિંગથી લઈને ફિલ્મો સુધી પહોંચવા માટે અર્ચનાએ ઘણો સંઘર્ષ કર્યો છે.અર્ચના ગૌતમ ઉત્તર પ્રદેશના મેરઠની રહેવાસી છે. તેણે બિગ બોસથી દેશભરમાં લોકપ્રિયતા મેળવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ આરજે સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં અર્ચનાએ જણાવ્યું હતું કે, બાળપણમાં તેનો પરિવાર ખૂબ જ ગરીબ હતો, આર્થિક તંગીના કારણે અર્ચના પણ નોકરી કરતી હતી.
અર્ચનાએ જણાવ્યું કે તે ગામમાં ખાલી સિલિન્ડર પહોંચાડતી હતી, જેના માટે તેને માત્ર 10 થી 20 રૂપિયા મળતા હતા.
અર્ચના ગૌતમે કહ્યું, 'આ વાત વર્ષ 2007-2008 ની છે જ્યારે અમારી આર્થિક સ્થિતિ સારી ન હતી, હું ખાલી સિલિન્ડર પહોંચાડતી હતી. હું સિલિન્ડર સાયકલ અથવા બાઇક પર લઈ જતી હતી.
આ સિવાય અર્ચના કોલ સેન્ટરમાં પણ કામ કરી ચૂકી છે. અભિનેત્રીએ કહ્યું કે, 'મારું પહેલું કામ ટેલીકોલિંગ હતું. તેમાં મને મહિને 6,000 મળતા હતા. પરંતુ અંગ્રેજી ન આવડવાના કારણે અભિનેત્રીને આ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેણે IIMTમાંથી પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે.
ત્યારબાદ અર્ચનાએ રવિ-કિશનના શોમાં ભાગ લીધો અને મોડલિંગમાં તેની કારકિર્દી શરૂ કરી. આ પછી, અભિનેત્રીએ 2018માં 'મિસ બિકીની ઈન્ડિયા'નો ખિતાબ જીત્યો હતો. આ સિવાય અભિનેત્રીએ 'મિસ કોસ્મોસ વર્લ્ડ' 2018માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને 'મોસ્ટ ટેલેન્ટેડ 2018'નું સબ ટાઇટલ જીત્યું હતું.
ત્યારબાદ વર્ષ 2015માં અર્ચનાએ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
ફિલ્મો અને મોડલિંગ સિવાય અર્ચના ગૌતમ રાજકીય નેતા પણ છે. અભિનેત્રી હસ્તિનાપુરથી ધારાસભ્યની ઉમેદવાર રહી ચુકી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.