પોતાની ગર્લફ્રેન્ડને દગો આપી ચૂક્યા છે બિગ બોસના પૂર્વ સ્પર્ધકો
બિગ બોસના ઘણા એવા સ્ટાર્સ છે જે પોતાની ગર્લફ્રેન્ડને દગો આપી ચૂક્યા છે. તે સમયે મીડિયામાં તેમના બ્રેકઅપની ચર્ચાઓ છવાયેલી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિગ બોસના ભૂતપૂર્વ સ્પર્ધકો જેમણે તેમની ગર્લફ્રેન્ડ સાથે છેતરપિંડી કરી છે. બિગ બોસમાં ઘણા કપલ્સ બન્યા છે પરંતુ ઘણા સ્ટાર્સના બ્રેકઅપ અને છેતરપિંડીના સમાચાર પણ જોરદાર વાયરલ થયા છે. ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા ટીવી સ્ટાર્સ છે જેમણે પ્રેમમાં પોતાની ગર્લફ્રેન્ડને દગો આપ્યો છે.
અભિનેતા કરણ કુન્દ્રા ત્રણ વખત રિલેશનશિપમાં રહ્યો છે. તેની એક્સ ગર્લફ્રેન્ડ અનુષા દાંડેકરે કરણ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. બ્રેકઅપ પછી અનુષાએ કહ્યું હતું કે, 'હા મારી સાથે છેતરપિંડી થઈ છે અને મારી સામે ખોટુ બોલવામાં આવ્યું છે. હું માફીની રાહ જોઈ રહી હતી, જે ક્યારેય માંગવામાં ના આવી.
બિગ બોસ 13ના સ્પર્ધક રહેલા પારસ છાબરા અભિનેત્રી આકાંક્ષા પુરી સાથે રિલેશનશિપમાં હતા. જો કે, તે બિગ બોસની અંદર માહિરા શર્મા સાથે પ્રેમમાં પડ્યો હતો. તેણે આકાંક્ષા સાથે બ્રેકઅપ કર્યું અને હવે તે માહિરા શર્મા સાથે રિલેશનશિપમાં છે. પારસે કબૂલ્યું હતું કે તેણે આકાંક્ષા સાથે દગો કર્યો હતો.
ટીવી એક્ટર પ્રિયાંક શર્મા પર પણ પ્રેમમાં છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. પારસને દિવ્યા અગ્રવાલ સાથે પ્રેમ હતો, જો કે, જ્યારે પારસની બેનાફશા સૂનાવાલા સાથેની નિકટતા વધવા લાગી, ત્યારે દિવ્યાએ પ્રિયંક સાથે બ્રેકઅપ કર્યું.
ટીવી એક્ટર એજાઝ ખાન બિગ બોસ 14નો ભાગ હતો. એજાઝ લાંબા સમયથી નાગીન એક્ટ્રેસ અનિતા હસનંદાની સાથે રિલેશનશિપમાં હતો. પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું, કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો કે એજાઝે અનિતા સાથે છેતરપિંડી કરી હતી.
ટીવી એક્ટર કરણ પટેલ ઘણા વર્ષોથી અભિનેત્રી કામ્યા પંજાબીને ડેટ કરે છે. બંને સીરિયસ રિલેશનશિપમાં હતા, પરંતુ હવે બંને સાથે નથી. કાવ્યાએ ખુલાસો કર્યો હતો કે તેણે કરણને રંગે હાથે પકડ્યો હતો. આ બંને સ્ટાર્સ લડાઈ બાદ અલગ થઈ ગયા હતા. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે કરણ સાથેના બ્રેકઅપ બાદ તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
પ્રેમમાં છેતરપિંડી કરનારા કલાકારોની યાદીમાં 'પ્રતિજ્ઞા' ફેમ અભિનેતા અંકિત ગેરાનું નામ પણ સામેલ છે. અંકિતા નાગીન એક્ટ્રેસ અદા ખાન સાથે રિલેશનશિપમાં હતો. બ્રેકઅપ પછી અદાએ ખુલાસો કર્યો કે તેની સાથે ત્રણ વખત છેતરપિંડી થઈ હતી. તેણે અંકિતને ત્રણેય વખત માફ કરી દીધો હતો પરંતુ તે તેની સાથે રિલેશનશિપમાં રહી શકી નહીં અને બાદમાં તેને છોડી દેવાનો નિર્ણય કર્યો.
ટીવી એક્ટર કરણ સિંહ ગ્રોવરને પ્લે બોય કહેવામાં આવે છે. તે ઈન્ડસ્ટ્રીમાં ઘણી વખત પ્રેમમાં પડ્યો છે. કરણ પર છેતરપિંડીનો પણ આરોપ છે. આ આરોપો તેમની પૂર્વ પત્ની શ્રદ્ધા નિગમે લગાવ્યા હતા. એવી અફવા હતી કે તેણીનું કોરિયોગ્રાફર નિકોલ અલ્વારેસ સાથે અફેર હતું, તેથી શ્રદ્ધાએ કરણથી છૂટાછેડા લીધા હતા. પછી તેણે અભિનેત્રી જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા અને તેનાથી પણ તે અલગ થઇ ગયો અને બાદમાં કરણે એક્ટ્રેસ બિપાશા બાસુને ડેટ કર્યા પછી લગ્ન કરી લીધા.