ટીવી ઇન્ડસ્ટ્રીમાં બેક ટુ બેક ઓફર મેળવનારી Jasmi Bhasinનો બોલ્ડ અંદાજ, જુઓ Photos
જાણીતી ટીવી અભિનેત્રી જસ્મીન ભસીને પોતાના શ્રેષ્ઠ અભિનયથી માત્ર ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દરેક ઘરમાં એક ખાસ ઓળખ બનાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીને એક પછી એક ઘણા પ્રોજેક્ટ્સ પણ ઓફર કરવામાં આવી રહ્યા છે. જાસ્મિનનું નસીબ આ દિવસોમાં મજબૂત છે.
જસ્મીન ભસીન આ દિવસોમાં એક પછી એક નવા પ્રોજેક્ટ સાઈન કરી રહી છે. દરમિયાન, અહેવાલ છે કે અભિનેત્રી ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે.
એવી અફવા છે કે તે મનીષ ચવ્હાણ દ્વારા નિર્દેશિત ફિલ્મમાં જોવા મળશે. કહેવાય છે કે આ ફિલ્મની વાર્તા મહેશ ભટ્ટે લખી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાસ્મિન આ વર્ષના જુલાઈના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. હાલમાં આ ફિલ્મ વિશે વધુ માહિતી નથી પરંતુ જાસ્મિનના ફેન્સ આ સમાચારથી ખૂબ જ ખુશ છે.
જાસ્મિનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની પાસે આ દિવસોમાં ઘણા ટીવી શો ઉપરાંત મ્યુઝિક વીડિયોની ઑફર્સ છે.
આ સિવાય તે તેની પંજાબી ફિલ્મ 'હનીમૂન'ના કારણે પણ લાંબા સમયથી ચર્ચામાં છે. જાસ્મીને હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. (All Photos from jasminbhasin2806/ig)