Harman Baweja થી લઇને Arshad Warsi સુધી, આ સ્ટાર્સ OTT પર કરી રહ્યા છે રાજ
આજે અમે એવા બોલિવૂડ સ્ટાર્સનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેઓ સારા એક્ટર હોવા છતાં બોલિવૂડમાં પોતાનું સ્થાન મેળવી શક્યા નથી પરંતુ જ્યારે તેઓ ઓટીટી પ્લેટફોર્મ પર રાજ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરશદે ફિલ્મ 'મુન્નાભાઈ MBBS'માં સર્કિટનો રોલ કર્યો હતો. આ પાત્રે તેને ખૂબ લોકપ્રિયતા અપાવી હતી. પરંતુ આ ફિલ્મ સિવાય અભિનેતાને અન્ય કોઇ ફિલ્મ એટલી સફળ રહી નથી. જે પછી અભિનેતાએ વેબ સિરીઝ 'અસુર' સાથે OTT પર એન્ટ્રી મારી અને તેના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડની એક્ટ્રેસ સુષ્મિતા સેનનું છે. જેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ વેબ સિરીઝ 'આર્યા'માં તેની એક્ટિંગને લોકોએ પસંદ કરી હતી. સીરિઝમાં અભિનેત્રીએ તે મહિલાનું પાત્ર ભજવ્યું હતું. જે પોતાના પરિવારની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જાય છે.
અભિનેત્રી જૂહી ચાવલાને કોઇ પરિચયની જરૂર નથી. જો કે જુહી પણ ઘણા સમયથી સ્ક્રીનથી દૂર હતી. પરંતુ પછી તેણે પહેલા ફિલ્મ 'શર્માજી નમકીન' અને પછી વેબ સીરિઝ 'હશ હશ' સાથે OTT પર ડેબ્યૂ કર્યું હતું. જ્યાં ફરી એક વખત તેની એક્ટિંગના લોકો દિવાના બન્યા હતા.
એક્ટર હરમન બાવેજાએ વર્ષ 2008માં ફિલ્મ 'લવ સ્ટોરી 2050'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી પણ તે કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યો પરંતુ તેને કોઈ ઓળખ મળી નહીં. હવે તેણે ઓટીટી પર એન્ટ્રી મારી છે. તેણે 'સ્કૂપ' દ્વારા OTT પર ડેબ્યૂ કર્યું છે. જેમાં તે ખૂબ જ સારા પાત્રમાં જોવા મળે છે.
રામાનંદ સાગરની 'રામાયણ'માં 'રામ' બનેલા અરુણ ગોવિલ આ સિરિયલ સિવાય અન્ય કોઈ ફિલ્મ કે ટીવી શોથી ખાસ ઓળખ મેળવી શક્યા નથી. હવે અભિનેતાએ વેબ સિરીઝ 'જુબલી' સાથે OTT પર જોરદાર વાપસી કરી છે.
રવીના ટંડને 90ના દાયકામાં બોલિવૂડમાં ધૂમ મચાવી હતી. પછી લગ્ન પછી અભિનેત્રી ધીરે ધીરે સ્ક્રીનથી દૂર થઈ ગઈ. પરંતુ હવે તેણે વેબ સિરીઝ 'અરણ્યક'થી એક્ટિંગની દુનિયામાં કમબેક કર્યું છે. આ વેબ સીરિઝને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.