Actress Age List: કૈટરિના કૈફથી લઇને કરિના કપૂર સુધી, જાણો તમારી ફેવરિટ એક્ટ્રેસની વાસ્તવિક ઉંમર?
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ ઘણીવાર પોતાની સુંદરતા અને ફિટનેસના આધારે બધાને પ્રભાવિત કરે છે. લોકોને એ જાણીને પણ આશ્ચર્ય થાય છે કે 40 વર્ષની ઉંમર પછી પણ અભિનેત્રી કેવી રીતે પોતાની જાતને જાળવી રાખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં બી-ટાઉન અભિનેત્રી કંગના રનૌતનું નામ પણ સામેલ છે. 23 માર્ચ 1987ના રોજ જન્મેલી કંગનાની વાસ્તવિક ઉંમર 35 વર્ષ છે.
કરીના કપૂર હાલમાં બે બાળકોની માતા છે. કરીનાની વાસ્તવિક ઉંમરની વાત કરીએ તો તે 42 વર્ષની છે, કરીનાનો જન્મ 21 સપ્ટેમ્બર 1980ના રોજ થયો હતો.
'પઠાણ' અભિનેત્રી દીપિકા પાદુકોણનો જન્મ 5 જૂન 1986ના રોજ થયો હતો. તેના આધારે દીપિકાની વાસ્તવિક ઉંમર 37 વર્ષ છે.
બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટે 29 વર્ષની ઉંમરે પુત્રીને જન્મ આપ્યો છે. આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો હતો.
ગ્લોબલ સુપરસ્ટાર પ્રિયંકા ચોપરાના ફેન્સની સંખ્યા ઘણી વધારે છે. પોતાની ચાર્મિંગ સ્ટાઈલ માટે ફેમસ રહેલી પ્રિયંકા હાલમાં 40 વર્ષની છે, તેનો જન્મ 18 જુલાઈ 1982ના રોજ થયો હતો.
અભિનેત્રી કેટરિના કૈફને કોઈ અલગ ઓળખની જરૂર નથી. 16 જુલાઈ 1983ના રોજ જન્મેલી કેટરીનાની વાસ્તવિક ઉંમર 39 વર્ષ છે.
અભિનેત્રી દિશા પટણી બી-ટાઉનની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મિકના રિપોર્ટ અનુસાર, દિશાનો જન્મ 13 જૂન, 1992ના રોજ થયો હતો. આવી સ્થિતિમાં દિશા પટણીની વાસ્તવિક ઉંમર 30 વર્ષ છે.
પોતાની સુંદરતા અને ફિટનેસ માટે પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોરાનો જન્મ 23 ઓક્ટોબર 1973ના રોજ થયો હતો. પરંતુ તેને જોઈને કોઈ કહી શકતું નથી કે મલાઈકાની ઉંમર 49 વર્ષ છે.