એથનિક જ નહી, બિકિની લૂકમાં પણ કોઈ જલપરીથી કમ નથી દેખાતી આલિયા ભટ્ટ
બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલ તેના રણબીર કપૂર સાથેના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. પણ એક સમય હતો જ્યારે આલિયા ભટ્ટ બિકિની બેબ અને ક્યુટ હિરોઈનના ટેગના કારણે ફેન્સમાં ચર્ચાનો વિષય બનતી હતી. રણબીર કપૂર સાથે સંબંધ જોડાયા બાદ આલિયાના કપડાં અને સામાન્ય લૂકમાં પણ ઘણો ફેરફાર આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટ હાલ બેક ટૂ બેક હિટ ફિલ્મોના કારણે દર્શકોના દિલો પર રાજ કરે છે. પહેલાં ગંગૂબાઈ અને પછી આરઆરઆર ફિલ્મમાં આલિયાની એક્ટિંગની પ્રસંશા થઈ હતી.
આ સિવાય આલિયા પાસે ઘણી ફિલ્મો લાઈનઅપ છે. સાથે જ તે આવનારા સમયમાં હોલીવુડ ફિલ્મમાં પણ દેખાવાની છે.
આલિયા જ્યારે પણ કામમાંથી ફ્રી પડે ત્યારે વેકેશન પર જાય છે અને પોતાના ગ્લેમરસ ફોટો શેર કરે છે.
આલિયાની કેટલીક જૂની બિકિની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આલિયા ભટ્ટના અંડરવોટર બિકિની ફોટોશૂટના ફોટો પણ વાયરલ થયા હતા જેમાં તે જલપરી જેવી દેખાઈ રહી હતી.