Anita Hassanandani PHOTO: ગોવામાં બર્થ ડે મનાવવા પહોંચી અભિનેત્રી, સોશિયલ મીડિયા પર શેર કરી બિકીની ફોટોઝ
Anita Hassanandani PHOTO: ટીવીની જાણીતી અભિનેત્રી અનિતા હસનંદાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, હંમેશા ફેન્સ માટે કંઈક ને કંઈક શેર કરતી રહે છે. તાજેતરમાં, જ્યારે અનિતા પોતાનો જન્મદિવસ ઉજવવા ગોવા ગઈ છે, ત્યારે તેણે ત્યાંથી તેના બિકીની ફોટા શેર કર્યા હતા, જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનિતા હસનંદાનીએ બાલાજી ટેલિફિલ્મ્સ સિરિયલ કભી સોતન કભી સહેલીથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.
હસનંદાનીએ કન્નડ, તમિલ અને તેલુગુમાં પણ સફળતાપૂર્વક અભિનય કર્યો છે.
અનિતા હસનંદાનીનો જન્મ 14 એપ્રિલ 1981ના રોજ થયો હતો.
અભિનેત્રી નતાશા નામથી વધુ જાણીતી છે. તેણીના જીવનની સૌથી મોટી સિદ્ધિ બાલાજી ટેલિફિલ્મ્સની કાવ્યાંજલિમાં અંજલિ નંદાની ભૂમિકાથી મળી હતી
એ તો બધા જાણે છે કે લોકપ્રિય ટીવી સિરિયલ શો 'નાગિન' ફેમ અનિતા હસનંદાની માતા બન્યા બાદ એક્ટિંગની દુનિયાથી દૂર છે. અભિનેત્રીએ ફિલ્મોથી લઈને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે, ફિલ્મો પછી તે સ્ટાર પ્લસની સિરિયલ યે હૈ મોહબ્બતેંથી ટીવી પર જોવા મળી હતી.
હવે જ્યારે અનિતા હસનંદાની 14મી એપ્રિલે એટલે કે આવતીકાલે તેનો 42મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે. તેના જન્મદિવસ પહેલા જ તે તેના પરિવાર સાથે વેકેશન મનાવવા ગોવા પહોંચી છે, ગોવા પહોંચ્યા બાદ અનિતાએ તેના ઈન્સ્ટા પર ઘણી તસવીરો પોસ્ટ કરી છે.
તસવીરોમાં અભિનેત્રી બીચ પર બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તસવીરો જોઈને અનુમાન લગાવી શકાય છે કે ગોવા પહોંચ્યા બાદ અનિતા હસનંદાની ખૂબ જ મસ્તી કરી રહી છે, અને પોતાના પરિવાર સાથે ત્યાં આવીને ખુશ છે.