આ અભિનેત્રીઓએ અચાનક સિંદૂર ભરીને બધાને ચોંકાવ્યા હતા, લિસ્ટમાં ઘણા મોટા નામ...
અભિનેત્રીઓ પોતાના નવા લૂક માટે અવનવા પ્રયોગ કરતી હોય છે. પરંતુ ઘણી વખત આ લૂકથી તેમના ફેન્સ અચંબિત થઈ જાય છે. કંઈક આવુંજ ગીતા કપૂર થી લઈને સપના ચૌધરી સાથે થઈ ચુક્યું છે જ્યારે તેમણે માથામાં સિંદૂર ભરીને ફોટો શેર કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસપના ચૌધરી આમ તો ખુબ જ સુંદર છે અને તેને કોઈ મેકઅપની જરુર નથી પડતી. પરંતુ સપના ચૌધરીએ સેંથામાં સિંદૂર ભરીને આ ફોટો શેર કર્યો હતો.
રાખી સાવંત તો પોતાના લગ્નની જાહેરાત કરી ચુકી છે પરંતુ તેનો પતિ હજી સુધી નથી દેખાયો. આ ફોટો શેર કરીને રાખીએ લોકોને કહ્યું હતું કે, તેનો પતિ સાથે ઝઘડો પણ થઈ ચુક્યો છે.
આ ફોટો ભોજપુરી ફિલ્મોની એક્ટ્રેસ આમ્રપાલી દૂબેનો છે. પ્રયાગરાજમાં ફિલ્મ આશિકીના શૂટિંગ દરમિયાનનો આમ્રપાલીનો ફોટો સામે આવ્યો હતો. સિંદૂર સાથેના ફોટોને જોઈ લોકોને લાગ્યું હતું કે આમ્રપાલીએ લગ્ન કરી લીધા છે.
અંકિતા લોકંડેએ ફિલ્મ બાગી 3ની સફળતા બાદ આ ફોટો શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. બધાને લાગ્યું હતું કે, અંકિતાએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે.
ગીતા કપૂરે આ ફોટો કેટલાક દિવસ પહેલાં જ શેર કર્યા હતા. ગીતાના આ ફોટોથી ખળભળાટ મચી ગયો હતો. ફેન્સ તેમને પુછી રહ્યા હતા કે શું તેમણે લગ્ન કરી લીધા છે? જો કે, ગીતાએ લગ્નનો ઈનકાર કર્યો હતો.