Hansika Motwani : અભિનેત્રીએ શેર કરી સગાઈની વણજોવાયેલી તસવીરો, લાગી રાજકુમારી

હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાએ રાજસ્થાનના જયપુરમાં 4 ડિસેમ્બર, 2022ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હંસિકા સતત તેના લગ્નની અનસીન અને ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં તેણે તેની સગાઈની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી.

રિંગ સેરેમનીની આ તસવીરોમાં હંસિકા મોટવાની ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં તે પિંક કલરના લહેંગામાં જોવા મળી રહી છે. સાથે તેણે સુંદર જ્વેલરી કેરી કરી છે.
હંસિકાના લહેંગાની સાથે ખૂબ જ સુંદર શ્રગ છે જે તેના દેખાવને વધુ ભવ્ય અને ક્લાસી બનાવે છે.
તસવીરોમાં જોઈ શકો છો કે હંસિકા તેના ભાઈ અને માતા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
બીજી તરફ સાહિલની વાત કરીએ તો તે બ્લુ કલરની શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હંસિકા અને સોહેલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને બંને બાળપણના મિત્રો છે.
બહુ જ ઓછા લોકો જાણે છે કે હંસિકા મોટવાનીનો પતિ સોહેલ કથુરિયા પહેલાથી જ પરિણીત છે અને તેણે છૂટાછેડા લઈ લીધા છે.