લૉકડાઉનના કારણે બ્યૂટી પાર્લરો બંધ હોવાથી કંટાળી ગયેલી આ હીરોઇને પોતાના વાળ ઘરે જ કાંપી નાંખ્યા, જુઓ તસવીરો
એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે, જેમાં તે પોતાના નવા હેરકટને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની એક બીજી તસવીરમાં ઇલિયાના કેમેરાની સામે જોતા હસી રહી છે.
એક્ટ્રેસે તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું- તો મે મારા વાળ કાપી નાંખ્યા.
મુંબઇઃ દેશભરમા અત્યારે લૉકડાઉન 3 લાગુ છે, છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી લોકો પોતાના ઘરે જ છે, લૉકડાઉનના કારણે બ્યૂટી પાર્લરો અને હેર સલૂનો બંધ છે. જેના કારણે સામાન્ય માણસથી સેલેબ્સ પણ કંટાળી ગયા છે. દેશભરમાં બ્યૂટી પાર્લરો અને હેર સલૂનો બંધ હોવાથી એક્ટ્રેસ ઇલિયાના ડિક્રૂઝ કંટાળી ગઇ છે, અને તેને પોતાના વાળ ઘરે જાતે જ કાપી નાંખ્યા છે.
અભિનયની વાત કરીએ તો ઇલિયાના, અભિષેક બચ્ચનની સાથે અજય દેવગનના પ્રૉડક્શનમાં બનનારી ફિલ્મ ધ બિગ બુલમાં કરતી દેખાશે. આ ફિલ્મ કથિત રીતે દેશમાં સુરક્ષા ગોટાળા પર આધારિત છે. આ ફિલ્મ 23 ઓક્ટોબરે રિલીઝ થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -