Keerthy Suresh: સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશનો બ્લેક સાડીમાં ગોર્જિયસ લૂક વાયરલ, જુઓ તસવીરો
કીર્તિ સુરેશ સાઉથ ફિલ્મોની ડિમાન્ડિંગ અને લોકપ્રિય અભિનેત્રી છે. સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. હાલમાં અભિનેત્રીએ પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લેક કલરના સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
સાડી લૂકમાં કીર્તિ ખૂબ જ સુંદર લાગી રહી છે. અલગ-અલગ અંદાજમાં અભિનેત્રી પોઝ આપતી જોવા મળી રહી છે.
કીર્તિ સુરેશ દરેક અવતારમાં તેના ચાહકોનું દિલ જીતે છે. સાડીથી લઈને વેસ્ટર્ન લુકમાં તેની સ્ટાઈલ ફેન્સને દિવાના બનાવે છે.
કીર્તિ સુરેશે બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. તે મલયાલમ ફિલ્મ ગીતાંજલિમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.
17 ઓક્ટોબર 1992ના રોજ મદ્રાસમાં જન્મેલી કીર્તિ સુરેશના માતા-પિતાનું નામ સુરેશ કુમાર અને મેનકા છે. રસપ્રદ વાત એ છે કે 'ઈદુ અન્ના મયમ' અને 'સરકાર' જેવી હિટ સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકેલ કીર્તિનો પરિવાર પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે.
કીર્તિએ ફિલ્મ 'મહાનતી'થી દેશભરમાં ઓળખ મેળવી હતી. આ ફિલ્મ તેલુગુ અભિનેત્રી સાવિત્રીના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં કીર્તિએ સાવિત્રીનું પાત્ર ભજવ્યું હતું.