Photos: સસ્તો ડ્રેસ પહેરીને 'ગોવિંદા નામ મેરા'ને પ્રમૉટ કરી રહી છે Kiara Advani, છતાં લાગી હટકે
Govinda Naam Mera: કિયારા અડવાણી (Kiara Advani) આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'નુ જબરદસ્ત પ્રમૉશન કરતી દેખાઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ કિયારા અડવાણીએ ફિલ્મના પ્રમૉશન દરમિયાન એક ડ્રેસ પહેર્યો હતો, જે ચર્ચાનો વિષય બન્યો છે, તેને વ્હાઇટ થાઇ સ્લેટ સ્કર્ટની સાથે ઓપન ક્રૉપ ટૉપને કેરી કર્યુ હતુ.
દેખાવમાં તો આ આઉટફિટ એકદમ સ્ટાઇલિશ અને મોંઘો દેખાઇ રહ્યો છે, પરંતુ જ્યારે તમે આ આઉટફિટની કિંમત જાણશો તો તમે પણ શૉક્ડ રહી જશો.
લાખોમાં કપડાં પહેરનારી કિયારા અડવાણી ફિલ્મના પ્રમૉશનમાં માત્ર 7,664 રૂપિયાનો ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે.
જી હાં, બરાબર વાંચ્યુ તમે આ ડ્રેસની કિંમત 10,000 થી પણ ઓછી છે.
વેલ જો પણ હોય, ડ્રેસ જેટલો પણ સસ્તો કેમ ના હોય, કિયારા અડવાણીની પહેરવાની સ્ટાઇલ કંઇક એવી છે કે, આ સસ્તો ડ્રેસ પણ મોંઘો લાગી રહ્યો છે.
કિયારા અડવાણીએ આ ડ્રેસમાં એકથી એક કિલર પૉઝ આપ્યા છે. આ તસવીરો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
કિયારા અડવાણીનો આ ડ્રેસ હાઉસ ઓફ સી બી નામની બ્રાન્ડનો છે. આની વેબસાઇટ પર આ ડ્રેસની કિંમત £79 છે.