'મારો પતિ તમામની સાથે સૂતો હતો', મેરિડ લાઇફને લઇને એક્ટ્રેસે કર્યા ચોંકાવનારા ખુલાસાઓ

Mandana Karimi Married Life: બોલિવૂડ એક્ટ્રેસ મંદાના કરીમીએ ગૌરવ ગુપ્તા નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા સમય પછી બંને અલગ થઈ ગયા હતા.

જોકે, લગ્નના થોડા સમય પછી બંને અલગ થઈ ગયા હતા

1/7
Mandana Karimi Married Life: બોલિવૂડ એક્ટ્રેસ મંદાના કરીમીએ ગૌરવ ગુપ્તા નામની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા સમય પછી બંને અલગ થઈ ગયા હતા. તે પછી અભિનેત્રીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા કે મંદાના કરીમી મુસ્લિમ છે અને તેણે ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા છે, જે હિન્દુ ધર્મનો છે. અભિનેત્રીએ કહ્યું કે લગ્ન પછી ગૌરવનું વર્તન બદલાવા લાગ્યું અને તે તેના માતાપિતા સાથે મળીને તેને ત્રાસ આપતો હતો.
2/7
જ્યારે બોલિવૂડ અભિનેત્રી મંદાના કરીમી કંગના રનૌતના શો લોકઅપમાં પહોંચી ત્યારે તેણે પોતાના લગ્ન જીવન અને પતિ ગૌરવ ગુપ્તા વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા, જેનાથી બધા ચોંકી ગયા હતા.
3/7
મંદાનાએ જણાવ્યું હતું કે તેના લગ્ન માત્ર 27 વર્ષની ઉંમરે થયા હતા. લગ્ન પહેલા તે અઢી વર્ષ સુધી ગૌરવ ગુપ્તાને ડેટ કરતી હતી. ડેટિંગ કર્યા પછી તેમની સગાઈ થઈ અને પછી સાત મહિના પછી લગ્ન કરી લીધા હતા.
4/7
મંદાનાએ જણાવ્યું હતું કે તેના અને ગૌરવના 2021માં જ છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ બંને ઘણા સમયથી અલગ રહેતા હતા.
5/7
મંદાનાએ આગળ કહ્યું કે લગ્ન પછી તેનો પતિ તેની બધી ફ્રેન્ડ્સ સાથે સૂતો હતો. એટલું જ નહીં, તેના સાસરિયાઓ પણ તેને ખૂબ હેરાન કરતા હતા.
6/7
મંદાનાએ કહ્યું કે લગ્ન પહેલા તેના સાસરિયાં તેને ટેકો આપતા હતા, પરંતુ લગ્ન પછી બધું સંપૂર્ણપણે બદલાઈ ગયું. અભિનેત્રીએ કહ્યું કે તેના સાસરિયાઓ તેને મંદિરમાં પૂજા કરવા અને સલવાર-કમીઝ પહેરવા દબાણ કરતા હતા.મંદાનાએ જણાવ્યું કે તેના સાસરિયાં તેને એકલી બહાર જવા દેતા નહોતા અને અભિનય છોડી દેવા માટે દબાણ પણ કરતા હતા.
7/7
મંદાનાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે લગ્ન માટે તેને ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે તેના લગ્ન 2017માં થયા હતા અને માત્ર છ મહિના પછી તે તેના પતિથી અલગ થઈ ગઈ હતી.
Sponsored Links by Taboola