ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનો સાડીમાં જોવા મળ્યો ગૉર્જિયસ સ્ટનિંગ લૂક, જુઓ તસવીરો
મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાના શૉની સાથે સાથે પોતાની તસવીરો અને વીડિયોને લઇને પણ ચર્ચામાં છે. મોનાલિસા સોશ્યલ મીડિયા લવર છે અને પોતાની તસવીરો અને વીડિયોને શેર કરવુ ખુબ ગમે છે. મોનાલિસાએ સાડીમાં પોતાની કેટલીક હોટ તસવીરો શેર કરી છે જે લોકોને ખુબ પસંદ આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોનાલિસાએ તસવીરો શેર કરી છે, તેમાં તે સાડી પહેરેલી જોવા મળી રહી છે. સાડીમાં મોનાલિસાનો ગ્લેરસ અંદાજ જોવા મળી રહ્યો છે. મોનાલિસા પોતાની બિકિની તસવીરોને લઈ પણ ચર્ચામાં રહે છે.
તસવીરોમાં મોનાલિસાની કિલર સ્માઇલ પર ફેન્સ ફિદા થતા દેખાઇ રહ્યાં છે. મોનાલિસાની આ તસવીરોને ઢગલાબંધ લાઇક્સ અને કૉમેન્ટ્સ મળી ચૂકી છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે આ તસવીરોને લોકો કેટલી પસંદ કરી રહ્યાં છે. મોનાલિસાનો સાડી લૂક ફેન્સને પસંદ આવ્યો છે.
મોનાલિસા પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી ચૂકી છે. નેશનલ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ તેને પોતાનો જલવો બરકરાર રાખ્યો છે. મોનાલિસાને ચાહનારા ફેન્સની સંખ્યા ખુબ મોટી છે.
ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યા બાદ મોનાલિસાએ નાના પડદા તરફ પોતાનો રૂખ કરી લીધો છે. સૌથી પહેલા મોનાલિસા બિગ બૉસમાં દેખાઇ હતી. આ શૉમાં તેને પોતાના બૉયફ્રેન્ડ વિક્રાંત સાથે લગ્ન કર્યા હતા.
મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને વારંવાર પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)