Raai Laxmi: સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી, જુઓ તસવીરો
Raai Laxmi: સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી, જુઓ તસવીરો
રાય લક્ષ્મી
1/6
રાય લક્ષ્મીએ મોડલિંગથી કરિયરની શરૂઆત કરી હતી. અને બાદમાં એક્ટિંગમાં એન્ટ્રી લીધી. સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મીએ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી રાય લક્ષ્મી તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં અને ફેન્સ વચ્ચે સતત ચર્ચામાં રહે છે.
2/6
હાલમાં રાય લક્ષ્મીએ ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. અભિનેત્રીનો આ લૂક ખૂબ જ સુંદર છે. ફેન્સ પણ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીની તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. રાય લક્ષ્મી ટ્રેડિશનલ લૂકમાં કેમેરાની સામે શાનદાર પોઝ આપી રહી છે.
3/6
નવરાત્રિના પર્વ પર અભિનેત્રીનો શાનદાર ટ્રેડિશનલ લૂક જોવા મળી રહ્યો છે. અભિનેત્રી આ લૂકમાં સુંદર લાગી રહીછે. અભિનેત્રી રાય લક્ષ્મીએ ટ્રેડિશનલ લૂકમાં પોતાના હેર ખુલ્લા રાખ્યા છે. આ લૂકમાં શાનદાર પોઝ આપી રહી છે.
4/6
તેણે 2005માં અભિનયની શરૂઆત કરી હતી. તે તમિલ ફિલ્મ Karka Kasadara માં જોવા મળી હતી. તેણે અજય દેવગન સાથે ભોલા ફિલ્મમાં પણ કામ કર્યું છે. તે અકીરા ફિલ્મમાં પણ જોવા મળી હતી. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
5/6
એવું માનવામાં આવે છે કે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સાઉથ એક્ટ્રેસ રાય લક્ષ્મી 2008-2009 દરમિયાન રિલેશનશિપમાં હતા. આ દરમિયાન બંને ઘણીવાર સાથે જોવા મળ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોની અને રાય લક્ષ્મી IPL 2009માં પાર્ટી બાદ સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીએ પણ રાય લક્ષ્મીના જન્મદિવસમાં હાજરી આપી હતી.
6/6
(તમામ તસવીરો રાય લક્ષ્મી- ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Oct 2024 04:04 PM (IST)