Sonali Bendre Pics: સોનાલી બેન્દ્રેએ પીળી સાડીમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ ફોટો
બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે ભલે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા ન મળી હોય, પરંતુ તેમ છતાં ચાહકોમાં તેની લોકપ્રિયતા અકબંધ છે. અભિનેત્રી પોતે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આ ક્રમમાં તેણે તેની કેટલીક સુંદર ઝલક શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનાલીએ પોતાની એક્ટિંગથી લાખો દર્શકોના દિલ જીતી લીધા છે, સાથે જ તેની સ્ટાઈલિશ અદાઓના ચાહકો પણ દિવાના છે. તેની તાજેતરની તસવીરો તેનો પુરાવો છે.
સોનાલી બેન્દ્રેએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સિલ્વર ગોલ્ડન બોર્ડરવાળી પીળી સાડીમાં જોવા મળી રહી છે. તેણે તેને ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે કંપ્લીટ કર્યું છે.
સોનાલી બેન્દ્રે વાંકડિયા ટૂંકા વાળ રાખ્યા છે અને મોટા કદની કાનની બુટ્ટીઓ પહેરી છે જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે.
પોતાને વધુ આકર્ષક બનાવવા માટે સોનાલીએ હળવો મેકઅપ કર્યો છે. આ શેર કરતી વખતે તેણે જણાવ્યું છે કે તેને સાડી ખૂબ જ પસંદ છે.
સોનાલીનો આ લુક ચાહકોમાં ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. 47 વર્ષની ઉંમરમાં પણ આ એક્ટ્રેસ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે.
તમને જણાવી દઈએ કે, સોનાલી 90ના દાયકાની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેણે સલમાનથી લઈને આમિર જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે.
સોનાલીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેની ડેબ્યૂ વેબ સિરીઝ 'ધ બ્રોકન ન્યૂઝ' રિલીઝ થઈ છે. આ સીરિઝમાં તે ન્યૂઝ એન્કરના રોલમાં જોવા મળી છે.