Bollywood Actress Cat Fight: એક એક્ટ્રેસે બીજી અભિનેત્રીને મારી હતી આ કારણે થપ્પડ, જાણો હિરોઇનો વચ્ચેની ઝઘડાની રસપ્રદ વાતો
અમૃતા રાવ અને ઇશા દેઓલની વચ્ચેનો વિવાદ ખૂબ જ જુનો છે. મીડિયા રિપોર્ટસ મુજબ બંને એક ફિલ્મમાં સાથે હતા આ સમય દરમિયાન બંને વચ્ચે ઝઘડા થયા હતા. વિવાદ એટલો વધી ગયો હતો કે ઇશા દેઓલે અમૃતા રાવને આ કારણે મારી દીધી હતી થપ્પડ. અમૃતાએ ઇશાને ગાળો આપી હતી, જેના કારણે ઇશાને ગુસ્સો આવ્યો હતો અને તેને અમૃતાને થપ્પડ મારી દીધી હતી. (Photo Credit - instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકા પાદુકોણ અને કેટરિના કેફને પણ 36નો આંકડો છે. દીપિકા રણબીરને ડેટ કરી રહી હતી. જો કે જ્યારે રણબીર કેટરિના કેફના સંપર્કમાં આવ્યો તો તેમણે દિપીકાના ડંપ કરી દીધી અને કેટરીના સાથે નિકટતા વધી ગઇ.આ સમયે કેટરિટના રણબીર અને દીપિકાના રિલેશન વિશે પણ જાણતી હતી. આ કારણે જ દીપિકા કેટરીનાથી ખૂબ જ નારાજ થઇ ગઇ હતી. બને વચ્ચે આજે પણ સારા સંબંધ નથી. (Photo Credit - instagram)
એશ્વર્યા રાય અને રાની મુખર્જીની વચ્ચે કેટ ફાઇટનો કિસ્સો બહુ જુનો છે. કહેવાય છે કે, ચલતે ચલે ફિલ્મ માટે શાહરૂખની સાથે પહેલા એશ્વર્યાને સાઇન કરાઇ હતી. જો કે તે સમયે તે સલમાન ખાનને ડેટ કરી રહી હતી. સલમામ શૂટિંગના સેટ પર આવીને બબાલ કરતો હતો. આ કારણે જ રાની મુખર્જી સાથે વાત કરવામાં આવી અને એશ્વર્યાને હટાવીને આ ફિલ્મમાં રાનીને લેવામાં આવી. આ કારણે જ હજું પણ એશ રાનીથી નારાજ છે. (Photo Credit - instagram)
કરીના કપૂર અને પ્રિયંકાની વચ્ચેના સંબંધો ત્યારે ખરાબ થયા જ્યારે કરીનાએ કોફી વિથ કરણના શોમાં પ્રિયંકાને બનાવટી કહી હતી અને તેના પર કમેન્ટ કરી હતી. જો કે બંને વચ્ચે તણખા તો ત્યારથી જ ઝરવાના શરૂ થયા હતા જ્યારે પ્રિયંકા ચોપડાએ નેગેટિવ રોલ કરીને પણ ફિલ્મ એતરાજમાં વાહવાહી લૂંટી લીધી હતી.(Photo Credit - instagram)
વાત કરીએ 90ના દશકની તો કરિશ્મા કપૂર અને રવિના વચ્ચે પણ જંગ છેડાઇ હતી. તેનું કારણ હતું અજય દેવગણ. કારણ કે બંને અજય દેવગણને પસંદ કરતી હતી. જો કે અજયે પહેલા રવિનાને ડેટ કર્યું ત્યારબાદ તે કરિશ્મા તરફ આકર્ષિત થયા હતા. કહેવાય છે કે, બંને વચ્ચે એવો ઝઘડો થયો હતો કે, રવીના અને કરિશ્માએ એકબીજાના વાળ ખેંચી લીધા હતા. (Photo Credit - instagram)
કરીના અને બિપાશા બસુની પણ કેટ ફાઇટ જબરદસ્ત રહી. બંને અજનબી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં હતા. બંને વચ્ચે આઉટફિટને લઇને જંગ થઇ હતી. વિવાદ એટલો વધ્યો કે, કરીનાએ બિપાશા બસુના રંગ પર પણ કમેન્ટ કરી હતી. જો કે સમય જતાં કરીનાએ પહેલ કરી અને બંને વચ્ચેનો વિવાદ ખતમ થયો હતો. (Photo Credit - instagram)