Photos: વિદેશી એક્ટર Urvashi Rautela પર ફિદા, પ્રપૉઝ કર્યુ તો એક્ટ્રેસે આપ્યો આવો જવાબ......
Urvashi Rautela Photos: બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ખુબ બૉલ્ડ એક્ટ્રેસ છે. સોશ્યલ મીડિયા પર પણ ખુબ બિન્દાસ રહે છે, અને તેના ફેન્સને એક્ટ્રેસનો આ અંદાજ ખુબ પસંદ પણ આવે છે. ફેન્સની સાથે એક્ટ્રેસ પોતાની પર્સનલ લાઇફની વાતો પણ શેર કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્વશી રૌતેલાએ (Urvashi Rautela) બૉલીવુડમાં પોતાની આગવી છાપ છોડી છે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખુબ ફેમસ થઇ ચૂકી છે. તાજેતરમાં જ તેને એક ઇન્ટરવ્યૂ્માં એક મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. .
ઉર્વશી રૌતેલાએ (Urvashi Rautela) કહ્યું કે, મેં બહુ ફિલ્મો નથી કરી, પરંતુ મને બહુજ પ્રેમ મળ્યો છે. વિચારો જો વધુ ફિલ્મો કરીશ તો કેટલો પ્રેમ મળશે.
ઇન્ટરવ્યૂમાં ઉર્વશી રૌતેલા સાથે તેની લવ સ્ટૉરી વિશે પુછવામાં આવ્યુ, તો તેને બતાવ્યુ કે, એકવાર તેને ઇજિપ્ટના એક સિંગર -એક્ટરે પ્રપૉઝ કર્યુ હતુ. આના પર એક્ટ્રેસે કહ્યું હતુ કે, તેની પાસે પહેલાથી જ બે પત્નીઓ છે.
ઉર્વશી રૌતેલાએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, જિંદગીમાં ખુદથી પ્રેમ કરવો ખુબ જરૂરી છે. હું હંમેશા મારી લાઇફમા ખુશ રહુ છું. તેના મતે એક્ટ્રેસ અને એક્ટર પોતાની લવ લાઇફ અને પોતાના વિશે ક્યારેય કોઇ જવાબ નથી આપતા.
ઉર્વશી રૌતેલા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. ખાસ વાત છે કે, એક્ટ્રેસના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ડ્રેસિંગ પર ફેન્સ ફિદા છે.
ઉર્વશી રૌતેલાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલદી ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ સીરીઝમાં દેખાશે. આમા તે રણદીપ હુડ્ડાની સાથે દેખાશે. ઉર્વશી રૌતેલા તામિલ ફિલ્મમાં ડેબ્યૂ કરી શકે છે.