Vaani Kapoorએ સ્ટનિંગ અને ગ્લેમરસ તસવીરોથી ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો, કાતિલ અંદાજથી ફેંન્સ થયા દિવાના, જુઓ.......
મુંબઇઃ વર્ષ 2013માં ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ વાણી કપૂર આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. વાણી કપૂર પોતાની ગ્લેમરસ અવતારથી ફેન્સનુ દિલ જીતતી રહે છે. તાજેતરમાં જ તેને પોતાના બૉલ્ડ પિક્સ શેર કર્યા છે, જેમાં તે એકદમ ગ્લેમરસ અને સ્ટનિંગ લૂકમાં બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ લાગી રહી છે. વાણીનો આ અંદાજ જોઇને ફેન્સ પણ દિવાના થયા છે. જુઓ તસવીરો.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાણી કપૂર પોતાના લૂક અને હૉટ અંદાજને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે.
તે હંમેશા સોશ્યલ મીડિયા પર બિકીની તસવીરો શેર કરતી રહે છે. થોડોક સમય પહેલા તેને પર્પલ ટૉપ અને વ્હાઇટ બૉટમ્સની સાથે બિકીનીમાં પૉઝ આપતા જોવામાં આવી હતી.
આ બિકીની તસવીરમાં તે એકદમ હૉટ અને સ્ટનિંગ લાગી રહી છે. તસવીરોમાં તેને પોતાનો નૉ મેકઅપ લૂક બતાવ્યો છે.
વળી, આના પહેલા વિશ્વ પર્યાવરણ દિવસ પર પણ વાણી કપૂરે કેટલાય ફોટોઝ શેર કર્યા હતા. જેમાં કેપ્શન આપતા તેને લખ્યું હતુ કે- આ એક વસ્તુ છે જે આપણા બધામાં સમાન છે. આવો કોશિશ કરીએ અને આને આપણે સુરક્ષિત રાખીએ.
આ સિલ્વર ડ્રેસમાં પૉઝ આપતા વાણી કપૂર એકદમ દિવા લાગી રહી છે. તેનો આ લૂક્સ ફેન્સને ખુબ પસંદ આવી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે વાણીએ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની સાથે પહેલી ફિલ્મ કરી હતી. ફિલ્મમાં તેના કામને ખુબ પ્રસંશા પણ મળી હતી, અને આના માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ પણ મળ્યો હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, આ વર્ષે અક્ષય કુમારની બેલબૉટમ, રણવીર કપૂરની શમશેરા અને આયુષ્યમાન ખુરાનાની ચંડીગઢ કરે આશિકીમાં દેખાવવાની છે.
વાણી કપૂર