મલયાલમ ફિલ્મોની એક્શન ક્વીન ગણાતી આ એક્ટ્રેસ જોડાશે ભાજપમાં, ક્યા નેતાએ સામેથી ભાજપમાં જોડાવા આપ્યું નિમંત્રણ ?
આંધ્રપ્રદેશ ભાજપના પ્રમુખ સોમુ વીરાજુએ મલાયમ અભિનેત્રી વાણી વિશ્વનાથની સાથે અન્ય અભિનેત્રી પ્રિયા રમણને પણ ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે. ભાજપ પ્રદેશમાં સંગઠનને મજબૂત કરવા માટેનો પ્રયાસ કરી રહી છે. ભાજપ દુબ્બકાની બેઠક જીતવા માટે રણનિતીના ભાગરૂપે ભાજપમાં નવા ચહેરાને જોડવાની કવાયત કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2002માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પ્રાપ્ત કરનાર અભિનેત્રી વાણી મલયાલમ, તેલુગુ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. 2002માં તેમને ટીવી ચંદ્રનના ડાયરેકશનમાં બેનલી ફિલ્મ ‘susanna’ ફિલ્મ માટે કેરળ રાજ્ય તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
ચેન્ન્ઇ: મલાયમ ફિલ્મની અભિનેત્રી વાણી વિશ્વનાથ ભાજપમાં જોડાઇ શકે છે. આંઘ્રપ્રદેશ ભાજપના પ્રમુખ સોમું વીરાજુએ તેમના વાણીના નિવાસસ્થાને આ મુદ્દે મુલાકાત કરી હતી. સોમુ વીરાજુએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, વીણા સાથે તેમના નિવાસસ્થાને ભાજપમાં જોડાવા મુદ્દે ચર્ચાં થઇ હતી. મલાયમ એક્ટ્રેસ વાણી 40 જેટલી ફિલ્મમાં કામ કરી ચૂકી છે. ભાજપના નેતાએ આ આ અભિનેત્રીને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે.
મલયાલમ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી વાણી વિશ્નનાથ આ પહેલા 2017માં તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાઇ હતી. વાણી વિશ્વનાથ સાથે અભિનેત્રી પ્રિયા રમણને પણ ભાજપમાં જોડાવવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો છે.
હિન્દી ફિલ્મમાં પણ કરી ચૂકી છે કામ વાણી વિશ્વનાથ મલાયમ, તેલુગુ અને હિન્દી અને કન્નડ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. તેમણે ત્રણ હિન્દી ફિલ્મ ‘જખ્મી સિપાહી’ ‘જંગ’, ‘ભીષ્મ’ આ ઉપરાંત તેમણે 9 તમિલ ફિલ્મ, 5 કન્નડ અને સોળ તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -