મીરા રાજપૂતથી લઇને તૃપ્તિ ડિમરી સુધી, બોલિવૂડની આ અભિનેત્રીઓએ ઇવેન્ટમાં બતાવી અદાઓ
Bollywood Actresses Beauty Brand Event: મુંબઈમાં જિયો વર્લ્ડ પ્લાઝા ખાતે બોલિવૂડ અભિનેત્રીઓ એકત્ર થઈ હતી. એક બ્યુટી પ્રોડક્ટ માટે પ્રમોશનલ ઈવેન્ટ યોજાઈ હતી
ફોટોઃ abp live
1/11
Bollywood Actresses Beauty Brand Event: મુંબઈમાં જિયો વર્લ્ડ પ્લાઝા ખાતે બોલિવૂડ અભિનેત્રીઓ એકત્ર થઈ હતી. એક બ્યુટી પ્રોડક્ટ માટે પ્રમોશનલ ઈવેન્ટ યોજાઈ હતી જ્યાં તમામ અભિનેત્રીઓની સ્ટાઈલે ચાહકોનું દિલ જીતી લીધું હતું. બ્યૂટી પ્રોડક્ટના પ્રમોશનલ ઈવેન્ટમાં બોલિવૂડ અભિનેત્રીઓએ ભાગ લીધો હતો. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/11
નીલમ કોઠારી બ્લેક ડ્રેસમાં પહોંચી હતી. અહીં તેણીના હાથમાં ગ્રીન કલરની હેન્ડ બેગ પણ જોવા મળી રહી છે.
3/11
કિયારા અડવાણીએ રેડ કોટ અને શોર્ટ્સ પહેર્યા છે જેમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.
4/11
અભિનેત્રી શ્રેયા સરન આ ઈવેન્ટમાં યલો ટોપ અને મલ્ટીકલર્ડ સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી. શ્રેયાએ તેના હાથમાં એક નાનું પર્સ પણ લીધું હતું.
5/11
આ ઇવેન્ટમાં વાણી કપૂરે રોયલ બ્લુ ડ્રેસ પહેર્યો હતો અને ગોલ્ડન હેન્ડબેગ કેરી કરી હતી. હાઇ હિલમા વાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
6/11
સોનાલી બેન્દ્રે પણ બ્લેક ડ્રેસમાં ઇવેન્ટમાં પહોંચી હતી. સોનાલી 90ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી છે.
7/11
શાહિદ કપૂર ક્રીમ પેન્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો, જ્યારે તેની પત્ની મીરા રાજપૂતે ગ્રીન ડ્રેસ પહેર્યો હતો.
8/11
નીતા અંબાણી અને ઈશા અંબાણીએ આ ઈવેન્ટમાં સાથે એન્ટ્રી કરી હતી. બંનેનો ડ્રેસ અપ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
9/11
સુહાના ખાને બ્લુ ટ્રાઉઝર અને ટોપ પહેર્યું હતું. આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ઈવેન્ટમાં તેણે કરીના કપૂર અને કિયારા અડવાણી સાથે ઘણી વાતો કરી હતી.
10/11
ડાર્ક ગ્રીન ડ્રેસમાં કરીના કપૂરની સ્ટાઇલ અનોખી લાગી રહી હતી. કરીનાએ સુહાના ખાન સાથે ઘણી વાતો કરી જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
11/11
આ ઈવેન્ટમાં તૃપ્તિ ડિમરી પણ લાલ ડ્રેસમાં જોવા મળી હતી. તૃપ્તિની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 સુપરહિટ બની છે.
Published at : 14 Nov 2024 02:51 PM (IST)