Actresses Followed Crash Diet: શ્રી દેવી જ નહી કેટરિના અને કરિના કપૂર પણ સ્લિમ દેખાવા ફોલો કરે છે ક્રશ ડાયટ
Actresses Followed Crash Diet: તાજેતરમાં બોની કપૂરે ખુલાસો કર્યો હતો કે શ્રીદેવીના મૃત્યુનું કારણ ક્રશ ડાયટ છે. શ્રીદેવી સિવાય બીજી ઘણી અભિનેત્રીઓએ પણ આ ક્રશ ડાયટ ફોલો કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોની કપૂરે એક ઈન્ટરવ્યુમાં શ્રીદેવીની ક્રશ ડાયટને તેના મૃત્યુનું કારણ જણાવીને બધાને ચોંકાવી દીધા છે. અને હવે આ અંગે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
માત્ર શ્રીદેવી જ નહીં અનેક બોલિવૂડ એક્ટ્રેસ સ્લિમ અને સુંદર દેખાવવા માટે આ રીતે ડાયટ કરે છે. ઘણી અભિનેત્રીઓ પોતાની ખાવા-પીવાની આદતો પર નિયંત્રણ રાખવા લાગે છે જેનાથી તેમના સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. બોની કપૂરના કહેવા પ્રમાણે, શ્રીદેવીએ પોતાનું વજન કંટ્રોલ કરવા માટે ક્રશ ડાયટ પણ ફોલો કરી હતી.
કરીનાએ ફિલ્મ 'ટશન'માં પોતાના ઝીરો સાઈઝ ફિગરથી ઘણી ચર્ચા જગાવી હતી. પરંતુ આ માટે તેણે પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરીનાએ તેના ઝીરો સાઈઝ ફિગર માટે માત્ર ઓરેન્જ જ્યુસનું ડાયટ ફોલો કર્યું હતું અને તેના કારણે તે સેટ પર બેહોશ પણ થઈ ગઈ હતી.
નિયા શર્મા પણ તેના સ્લિમ-ટ્રીમ ફિગરના કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ તેના લોકપ્રિય ગીત ‘ફુંક લે’માં તેના ટોન ફિગરને દર્શાવવા માટે ખૂબ જ કડક રીતે ડાયટ ફોલો કર્યું હતું.
નિયાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેણે ગીતની તૈયારી માટે ખાવાનું બંધ કરી દીધું હતું. આ સમય દરમિયાન તે કંઈપણ ખાધા વિના ખૂબ જ સાયકલિંગ અને વર્કઆઉટ કરતી હતી અને ગીતોનું રિહર્સલ પણ કરતી હતી.
કેટરિના કૈફે ફિલ્મ 'તીસ માર ખાન'માં તેના સૌથી લોકપ્રિય ગીત 'શીલા કી જવાની'માં તેનું સ્લિમ ફિગર બતાવવા માટે કડક ડાયટ ફોલો કરી હતી. ફિલ્મના નિર્દેશક શિરીષ કુંદરે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આ ગીત માટે કેટરીનાએ ખૂબ જ મહેનત કરી હતી અને તેણે મીઠું અને ખાંડ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દરમિયાન કેટરિના કૈફના પેટમાં ખૂબ જ દુખાવો થતો હતો જેથી તે એક વખત બેભાન થઈ ગઈ અને સેટ પર ડૉક્ટરને બોલાવવા પડ્યા. તેને આરામ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી.
તેલુગુ અને બંગાળી ફિલ્મ અભિનેત્રી મિષ્ટી મુખર્જીએ 2012 માં ‘લાઇફ કી તો લગ ગઇ’થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2020માં મિષ્ટીનું અવસાન થયું અને તેનું કારણ કિડની ફેલ્યોર હતું. એક રિપોર્ટ્સ અનુસાર, મિષ્ટી મુખર્જીનું મૃત્યુ ડાયેટના કારણે થયું હતું.