આ અભિનેત્રીઓ બ્રેસ્ટફીડિંગ કરાવતી તસવીરો કરી ચૂકી છે શેર
મુંબઇઃ જાહેરમાં બાળકને માતા જો બ્રેસ્ટફિડ કરાવતી જોવે તો લોકો તેને વિચિત્ર નજરે જોતા હોય છે. સોસાયટીમાં તેને એક ટેબૂના રૂપમાં જોવામાં આવે છે પરંતુ બોલિવૂડમાં એવી અનેક એક્ટ્રેસ આવું કરી રહી છે જેમણે આ સ્ટીરિયોટાઇપને તોડવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ બેબીને બ્રેસ્ટફીડ કરાવતી તસવીરો શેર કરી છે. જોકે બાદમાં આ એક્ટ્રેસને લોકોએ ટ્રોલ પર કરી હતી પરંતુ એક્ટ્રેસ પણ પાછળ પડી નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવલિન શર્માએ બ્રેસ્ટફીડ કરાવતી જે તસવીર પોસ્ટ કરી હતી આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે જ્યારે તમને લાગે છે કે હવે તમારુ આ રૂટીન બની ગયું છે ત્યારે આ ક્લસ્ટફીડિંગ શરૂ થઇ જાય છે. આજકાલ મારી લાઇફ આવી થઇ ગઇ છે. લોકોએ એવલિનને ટ્રોલ કરી ગંદી કોમેન્ટ કરી હતી.
લીઝા હેડને પણ દીકરીને બ્રેસ્ટફીડ કરાવતી એક તસવીર શેર કરી હતી લીઝાનું કહેવું છે કે બ્રેસ્ટફીડિંગએ તેની પ્રેગનન્સી બાદ પાછા શેપમાં આવવામાં ખૂબ મદદ કરી છે.
એક્ટ્રેસ અને મોડલ પદ્માલક્ષ્મીએ પણ પોતાના બાળકને બ્રેસ્ટફીડ કરાવતી તસવીર શેર કરી હતી.
નેહા ધૂપિયા પણ અનેકવાર પોતાના બાળકને બ્રેસ્ટફીડ કરાવતી તસવીરો શેર કરતી રહે છે. જેને લઇને નેહા વારંવાર ટ્રોલર્સના નિશાના પર રહે છે.
એક્ટ્રેસ અમૃતા રાવના પતિ આરજે અનમોલે એક તસવીર શેર કરી હતી જેમાં એક્ટ્રેસની બેક જોવા મળી રહી છે અને તે પોતાના બેબીને બ્રેસ્ટફીડ કરાવી રહી હતી.
ટીવી એક્ટ્રેસે શિખા સિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કઇ રીતે કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેણે પોતાના બેબીને બ્રેસ્ટફીડ કરાવવું મુશ્કેલ થઇ રહ્યું છે.
એક્ટ્રેસ એમી જૈકસન પણ અનેકવાર દીકરાને બ્રેસ્ટફીડ કરાવતી તસવીરો શેર કરી ચૂકી છે. એમીનું કહેવું છે કે તે સમય ફક્ત માતા અને દીકરાનો હોય છે. તેને કોઇ પરેશાન કરી શકે નહીં.
છેલ્લા વર્ષે ટીવી એક્ટ્રેસ એકતા કૌલે દીકરાને બ્રેસ્ટફીડ કરાવતી તસવીર શેર કરી હતી. આ ફોટોમાં એક્ટ્રેસે લાલ રંગનું ગાઉન પહેર્યું છે.