Aftab Shivdasani Net Worth: કરિયર ફ્લોપ રહ્યુ છતાં કેવી રીતે કરોડોની કમાણી કરે છે આફતાબ શિવદાસાની?
બોલિવૂડ એક્ટર આફતાબ શિવદાસાનીએ અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી બાળ કલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જોકે તે ફિલ્મોમાં બહુ સફળ થયો ન હતો.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
બોલિવૂડ એક્ટર આફતાબ શિવદાસાનીએ અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી બાળ કલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જોકે તે ફિલ્મોમાં બહુ સફળ થયો ન હતો.
2/8
આફતાબ શિવદાસાનીને ફિલ્મ 'મસ્ત'થી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઉર્મિલા માતોંડકર લીડ રોલમાં જોવા મળી હતી.
3/8
આફતાબ શિવદાસાની ફિલ્મોથી દૂર રહીને પણ કરોડોની કમાણી કરે છે. આફતાબ ભલે ફિલ્મોમાં વધારે જોવા મળી રહ્યો ના હોય પરંતુ તે અન્ય ક્ષેત્રોમાં ઘણી ખ્યાતિ કમાઈ રહ્યો છે.
4/8
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આફતાબ શિવદાસાની તેના ઈવેન્ટ્સ અને પ્રોડક્શન હાઉસમાંથી વાર્ષિક 3 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
5/8
એક રિપોર્ટ અનુસાર, તેની પાસે કુલ 51 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તે મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ પણ ધરાવે છે. આફતાબને વૈભવી જીવન જીવવું ગમે છે.
6/8
આફતાબ પાસે અનેક લક્ઝરી કાર છે. તેના કાર કલેક્શનમાં Audi RS 5 (રૂ. 1.09 કરોડ) અને BMW X6 (રૂ. 1.22 કરોડ) જેવા મોંઘી કાર છે.
7/8
આફતાબએ આવારા પાગલ દિવાના, મસ્તી, ગ્રાન્ડ મસ્તી અને ક્યા કૂલ હૈ હમ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ તે વેબ સિરીઝ સ્પેશિયલ ઓપ્સ 1.5માં જોવા મળ્યો હતો.
8/8
આફતાબ શિવદાસાનીએ કબીર બેદીની પત્નીની બહેન નિન દુસાંજ સાથે લગ્ન કર્યા છે. તેમની પત્ની બ્રિટિશ ભારતીય છે. (તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.)
Published at : 24 Jan 2023 02:41 PM (IST)
Tags :
Aftab Shivdasani Net Worth