Film Release: આખરે શુક્રવારના દિવસે જ કેમ થાય છે ફિલ્મ રિલીઝ, રસપ્રદ છે તેની પાછળનું કારણ
ભારતીય સિનેમામાં મોટાભાગની ફિલ્મો શુક્રવારે જ રિલીઝ થાય છે. વાસ્તવમાં, તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે શુક્રવાર અઠવાડિયાનો છેલ્લો કાર્યકારી દિવસ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમતલબ કે શનિવાર અને રવિવારની રજા છે. રજા હોવાને કારણે, લોકો તેમના મૂડને ફ્રેશ કરવા માટે તેમના પરિવાર અથવા મિત્રો સાથે મૂવી જોવા જાય છે. રજાના કારણે ફિલ્મના કલેક્શન પર પણ અસર પડી છે.
તેનું એક કારણ એ છે કે આઝાદી પછી ઘણા વર્ષો સુધી ભારતમાં લોકો પાસે કલર ટીવી નહોતા, જેના કારણે લોકો સિનેમાઘરોમાં ફિલ્મો જોવા જતા હતા.
તેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કર્મચારીઓને શુક્રવારે અડધા દિવસ પછી રજા આપવામાં આવી હતી. જેથી તે પોતાના પરિવાર સાથે ફિલ્મો જોઈ શકે, જેની ફિલ્મના કલેક્શન પર પણ સારી અસર પડી.
તો બીજી તરફ એક વાત એવી પણ છે કે, સૌપ્રથમ હોલીવુડ ફિલ્મ ‘ગોન વિથ ધ વિન્ડ’ શુક્રવારે 15 ડિસેમ્બર 1939ના રોજ રીલિઝ થઈ હતી. જેના કારણે બોલિવૂડમાં પણ શુક્રવારે ફિલ્મ રિલીઝ કરવાનો ટ્રેન્ડ શરુ થયું હોવાનું કહી રહ્યા છે.