Aishwarya Rai birthday: મિસ વર્લ્ડ બનવાથી લઇને કાન્સમાં સાડી પહેરવા સુધી, જ્યારે ઐશ્વર્યા રાયે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર બતાવ્યો જલવો
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે એટલે કે 1 નવેમ્બરે 49 વર્ષની થઈ ગઈ છે
ઐશ્વર્યા રાય
1/7
Aishwarya Rai birthday: બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે એટલે કે 1 નવેમ્બરે 49 વર્ષની થઈ ગઈ છે. આ અવસર પર અમે તમને તેમના જીવનની શ્રેષ્ઠ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.
2/7
બોલિવૂડમાં તેની સુંદરતા અને ઉત્તમ અભિનય માટે જાણીતી ઐશ્વર્યા રાય બચ્ચન 1 નવેમ્બરે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું હતું.
3/7
વર્ષ 1966માં મિસ વર્લ્ડનો તાજ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા રીટા ફારિયા હતી અને તેના 28 વર્ષ બાદ ઐશ્વર્યાએ આ તાજ જીત્યો હતો. જે બાદ સમગ્ર દેશને તેના પર ગર્વ થયો હતો.
4/7
વર્ષ 2002માં ઐશ્વર્યા રાય સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ'ના વર્લ્ડ પ્રીમિયર માટે કાન્સમાં પહોંચી હતી. દરમિયાન તે પીળા રંગની સાડીમાં જોવા મળી હતી. જેને જોઈને બધાએ ઐશ્વર્યાના લુકના વખાણ કર્યા હતા.
5/7
ઐશ્વર્યાએ માત્ર બોલિવૂડ ફિલ્મોમાં જ નહીં, હોલિવૂડમાં પણ નામ કમાવ્યું છે. તેણે 'પિંક પેન્થર 2' અને 'ધ લાસ્ટ લિજન' જેવી હોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.
6/7
ઐશ્વર્યા રાય પ્રથમ બોલિવૂડ સ્ટાર હતી જેને ઓપ્રા વિન્ફ્રે શોમાં આમંત્રિત કરવામાં આવી હતી. આ શોમાં ઐશ્વર્યાએ પોતાની બુદ્ધિથી બધાના દિલ જીતી લીધા હતા. આ શોના વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
7/7
જ્યારે ઐશ્વર્યાએ આરાધ્યાને જન્મ આપ્યો ત્યારે તેનું વજન ઘણું વધી ગયું હતું. જેના કારણે તેને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ બધી બાબતોને અવગણીને ઐશ્વર્યાએ કાન્સના રેડ કાર્પેટ પર પહોંચી હતી
Published at : 01 Nov 2022 01:32 PM (IST)
Tags :
Aishwarya Rai Birthday