Ajay Devgn-Kajol: સની દેઓલની પાર્ટીમાં પહોંચ્યા અજય દેવગણ અને કાજોલ, ફેન્સે કહ્યુ- પરફેક્ટ કપલ
Gadar 2 Success Party: કાજોલ અને અજય દેવગણને બોલિવૂડનું પાવર કપલ માનવામાં આવે છે. તાજેતરમાં અજય દેવગણ અને કાજોલની જોડી 'ગદર 2' ની પાર્ટીમાં પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાજોલ અને અજય હાલમાં જ 'ગદર 2'ની ભવ્ય સફળતાના કારણે આયોજીત પાર્ટીમાં પહોંચ્યા હતા. બંને હંમેશાની જેમ સાથે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. આ દંપતીએ આ પાર્ટીમાં તમામનું ધ્યાન ખેંચ્યું હતું. બંન્નેએ સની દેઓલ સાથે તસવીરો ક્લિક કરાવી હતી.
કાજોલ ગ્રીન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે લીલા રંગની સાડી સાથે રેડ બ્લાઉઝ પહેર્યું હતું. આ પાર્ટીમાં અભિનેત્રીએ પણ ખૂબ પોઝ આપ્યા હતા.
કાજોલ હંમેશા પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. આ વખતે પણ તેનો ટ્રેડિશનલ લુક બધાને પસંદ આવ્યો. બધાની નજર અભિનેત્રીના ડીપ નેક બ્લાઉઝ પર ટકેલી હતી.
બીજી તરફ અજય દેવગણ બ્લેક આઉટફિટમાં ખૂબ જ સ્માર્ટ લાગતો હતો. આ પાર્ટીમાં બંનેએ એકસાથે ઘણા ફોટા ક્લિક કર્યા હતા. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ પાર્ટીની તસવીરો પણ પોસ્ટ કરી હતી.
કાજોલ અને અજય દેવગણના લગ્નને 24 વર્ષ વીતી ગયા છે. આ કપલને બોલિવૂડનું પાવર કપલ માનવામાં આવે છે. કાજોલ અને અજય દેવગણ બે બાળકોના માતા-પિતા છે.
કાજોલ ઘણીવાર તેના પરિવાર અને બાળકો વિશે વાત કરતી જોવા મળે છે. કાજોલ અને અજય દેવગણના લગ્ન વર્ષ 1999માં થયા હતા.