ફ્લોપ ફિલ્મ છતાં અક્ષય કુમાર લઇ રહ્યો છે કરોડો રૂપિયા ફી, જાણો કેટલા કરોડની સંપત્તિ?
Akshay Kumar Net Woth: હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સથી લઈને તેના કોમિક ટાઈમિંગ સુધી બોલિવૂડના 'ખિલાડી' અક્ષય કુમાર ભારતીય સિનેમાના સૌથી વર્સેસ્ટાઇલ એક્ટર્સમાંનો એક છે. 3 દાયકાથી વધુ લાંબી અભિનય કારકિર્દી સાથે અક્ષયે તેની સખત મહેનત, શિસ્ત અને સમર્પણથી પોતાના માટે એક બ્રાન્ડ બનાવી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમારની કારકિર્દી પણ પાટા પરથી ઉતરી ગઈ છે. આ હોવા છતાં અભિનેતાના સ્ટારડમમાં કોઈ ઘટાડો થયો નથી. ચાલો આજે અહીં અક્ષય કુમારની નેટવર્થ વિશે જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅક્ષય કુમારે વર્ષ 1991માં ફિલ્મ ‘સૌગંધ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ‘ખિલાડી’ ફિલ્મે તેને બોલિવૂડનો સુપરસ્ટાર બનાવી દીધો હતો. આ પછી અભિનેતાએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી. હા, કોવિડ પછી અક્ષય કુમારની મોટાભાગની ફિલ્મ ફ્લોપ રહી છે. અભિનેતાની ઘણી ફિલ્મો બેક ટુ બેક ફ્લોપ રહી છે પરંતુ તેમ છતાં ખિલાડી કુમારના ગૌરવમાં કોઈ ઘટાડો થયો નથી.
છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી ફ્લોપ ફિલ્મો આપવા છતાં અક્ષય કુમાર બોલિવૂડના અમીર અભિનેતાઓની યાદીમાં સામેલ છે. ફોર્બ્સ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, અભિનેતાની વર્તમાન સંપત્તિ અંદાજે 2,500 કરોડ રૂપિયા જેટલી છે!
અહેવાલો અનુસાર, અક્ષય કુમાર તેની છેલ્લી રિલીઝ 'ખેલ ખેલ મેં' માટે 60 થી 140 કરોડ રૂપિયાની ફી લીધી છે. ફિલ્મો સિવાય અક્ષય કુમારની મોટાભાગની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી આવે છે. અહેવાલો અનુસાર, તે પેઇડ બ્રાન્ડ ડીલ દીઠ લગભગ 6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
અક્ષય કુમાર તેની પત્ની ટ્વિંકલ ખન્ના અને તેમના બે બાળકો સાથે જુહુમાં સમુદ્ર તરફના લક્ઝરી ડુપ્લેક્સમાં રહે છે. હાઉસિંગ ડોટ કોમના જણાવ્યા અનુસાર તેમના અતિ-આલીશાન ઘરની કિંમત 60 કરોડ રૂપિયા છે.
આ સિવાય તેમની પાસે ઘણી પ્રોપર્ટી છે, જેમાં ખાર વેસ્ટમાં 7.8 કરોડની રૂપિયાની કિંમતનો 1,878 સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ અને ગોવામાં 5 કરોડ રૂપિયાની કિંમતનો પોર્ટુગીઝ સ્ટાઇલનો વિલા સામેલ છે.
એક્ટર પાસે ઘણી લક્ઝુરિયસ કાર પણ છે. તેમના કાર કલેક્શનમાં રોલ્સ-રોયસ ફેન્ટમ VII (કિંમત રૂ. 8.99 - 10.48 કરોડ), બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી (કિંમત રૂ. 3.57 કરોડ), એક મર્સિડીઝ-બેન્ઝ, એક પોર્શે અને હોન્ડા CRVનો સમાવેશ થાય છે. અક્ષય કુમાર પાસે 260 કરોડ રૂપિયાનું પ્રાઈવેટ જેટ પણ છે.
અક્ષય કુમાર આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મો રિલીઝ થઇ છે. ‘બડે મિયાં છોટે મિયાં’, ‘સરફિરા’ અને ‘ખેલ ખેલ મેં,’ આ ત્રણેય બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે.
હવે અક્ષય કુમારની 'સ્કાય ફોર્સ' રિલીઝ થવાની છે. અભિનેતા પાસે ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘હેરા ફેરી 3’, ‘સિંઘમ અગેઈન’, ‘જોલી એલએલબી 3’, ‘ સી. શંકરન નાયરની બાયોપિક પણ છે.