Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
‘હેરા ફેરી’ના દેવી પ્રસાદની પૌત્રી રિંકુ હવે લાગે છે ગ્લેમરસ
અક્ષય કુમાર 'હેરા ફેરી 3'માં પરત ફર્યો હોવાની પુષ્ટી થઈ ત્યારથી ચાહકો ઉત્સાહિત છે. હાલમાં જ અક્ષય કુમારે પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સાથે 'હેરા ફેરી 3'ના પ્રોમો માટે પણ શૂટિંગ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલી ફિલ્મ 'હેરા ફેરી' વર્ષ 2000માં આવી હતી અને 2006માં બીજી ફિલ્મ 'ફિર હેરા ફેરી' આવી હતી. આ બંને ભાગ સુપરહિટ રહ્યા હતા. ફિલ્મમાં રાજુ, શ્યામ અને બાબુ ભૈયાની ત્રિપુટી લોકોને પસંદ આવી હતી.
પહેલા ભાગમાં દેવી પ્રસાદ નામનું પાત્ર પણ હતું, જેને એક પૌત્રી હતી, જેને બચાવવા માટે રાજુ, શ્યામ અને બાબુ ભૈયાએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો અને પછી કરોડપતિ બની ગયા. શું તમે જાણો છો કે દેવી પ્રસાદની પૌત્રીની ભૂમિકા કઈ છોકરીએ ભજવી હતી અને તે અત્યારે ક્યાં છે, શું કરી રહી છે?
'હેરા ફેરી'માં દેવી પ્રસાદની ભૂમિકા અભિનેતા કુલભૂષણ ખરબંદાએ ભજવી હતી અને તેમની પૌત્રી રિંકુની ભૂમિકા બાળ કલાકાર એન અલેક્સિયા એનરાએ ભજવી હતી.
અલેક્સિયા એનરાએ પછી થોડી ફિલ્મો કરી અને પછી અભિનય તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝને કાયમ માટે છોડી દીધી હતી. અલેક્સિયા હવે બાળક નથી પરંતુ મોટી થઈ ગઈ છે અને તે ખૂબ જ ગ્લેમરસ અને સુંદર લાગે છે.
અલેક્સિયા હવે બિઝનેસવુમન અને પર્યાવરણ સલાહકાર છે. તે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને આ જાણકારી તેના બાયોમાં આપવામાં આવી છે. અલેક્સિયા એનરા હવે વેસ્ટેડ સોલ્યુશન્સ નામનો બિઝનેસ ચલાવે છે, જેનું મુખ્ય ધ્યાન વેસ્ટ મેનેજમેન્ટ છે.
જ્યારે અલેક્સિયા 3 વર્ષની હતી, ત્યારે તે તમિલ ફિલ્મ Avvai Shanmugiમાં પણ જોવા મળી હતી. તે 1996 માં રિલીઝ થઈ હતી. બાદમાં આ ફિલ્મને હિન્દીમાં 'ચાચી 420' તરીકે રિમેક કરવામાં આવી હતી. અલેક્સિયા એનરાએ 3 વર્ષની ઉંમરથી મોડલિંગ શરૂ કર્યું હતું. તે ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી, પરંતુ તેના માતા-પિતાની આવી ઈચ્છા નહોતી.
એક ઈન્ટરવ્યુમાં અલેક્સિયાએ જણાવ્યું હતું કે તેના માતા-પિતાએ તેને 'હેરા ફેરી'માં કામ કરવાની પરવાનગી આપી હતી કારણ કે આ ફિલ્મ ઉનાળામાં શૂટ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની શાળાની રજાઓ હતી. અલેક્સિયા એનરા ગ્રેજ્યુએટ છે અને એક સોફ્ટવેર કંપનીમાં પણ કામ કરી ચૂકી છે.
'બોલિવૂડ હંગામા'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં અલેક્સિયાએ કહ્યું કે હવે તે એક્ટિંગમાં પરત ફરવા માંગતી નથી. તેણે કહ્યું હતું કે, 'મને લાગે છે કે જ્યારે હું નાનપણમાં હતી ત્યારે હું વધુ સારી એક્ટર હતી. હવે હું મોટી થઈને અભિનય ક્ષેત્રે પરત ફરવાનો પ્રયાસ પણ કરવા માંગતી નથી. મને નથી લાગતું કે હવે હું આવો અભિનય કરી શકીશ.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.