બ્રહ્માસ્ત્રની સફળતા બાદ અહી સ્પૉટ થઇ આલિયા ભટ્ટ
ફિલ્મ બ્રહ્માસ્ત્રની સફળતા પછી બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ નાગાર્જુન અને અયાન મુખર્જી સાથે ધર્મા ઓફિસમાં જોવા મળી હતી. જ્યાં આલિયાએ પાપારાઝીને પોઝ આપ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટ આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ-1 શિવાની સફળતાથી ખૂબ જ ખુશ છે. 9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જબરદસ્ત કલેક્શન કરી રહી છે.
આલિયા ભટ્ટ ફરી એકવાર પાપારાઝીના કેમેરામાં કેદ થઈ છે. આલિયાની શાનદાર સ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
આલિયા ભટ્ટ નાગાર્જુન અને અયાન મુખર્જી સાથે ધર્મા ઓફિસમાં જોવા મળી હતી. આલિયા પીળા રંગના શર્ટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.
આલિયાના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો તેની સુંદરતામાં વધારો કરી રહી હતી.
આલિયા ભટ્ટે સ્મિત સાથે પાપારાઝીનું સ્વાગત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી બ્રહ્માસ્ત્રમાં રિયલ લાઈફ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં નાગાર્જુન, અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ મુખ્ય ભૂમિકામાં છે.
બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવા એ ત્રણ ફ્રેન્ચાઇઝી ફિલ્મનો પહેલો ભાગ છે. અયાન મુખર્જીએ ટૂંક સમયમાં જાહેરાત કરી છે કે તેનો બીજો ભાગ એટલે કે બ્રહ્માસ્ત્ર ભાગ 2 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થશે.