Allu Arjun House: હૈદરાબાદમાં આ આલિશાન મહેલમાં રહે છે નેશનલ એવોર્ડ વિનર અલ્લૂ અર્જુન
Allu Arjun House: સાઉથ સિનેમાનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન નેશનલ એવોર્ડ મેળવ્યા બાદ પોતાના ઘરે પરત ફર્યો છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમે તમને તેના આલીશાન બંગલાની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅલ્લુ અર્જુનનું આ મહેલ જેવું ઘર હૈદરાબાદના પોશ વિસ્તાર જુબલી હિલ્સમાં આવેલું છે. જે ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલ છે.
અલ્લુ આ ઘરમાં તેની પત્ની અને બે બાળકો અયાન અને અરહા સાથે રહે છે. અભિનેતાએ તેના આલીશાન ડ્રીમ હાઉસનું નામ Blessing રાખ્યું છે.
અલ્લુ અર્જુનનો આ બંગલો આખો વ્હાઇટ કલરનો છે. જે બિલકુલ રોયલ પેલેસ જેવો દેખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.
અલ્લુ અર્જુનના ઘરમાં તમને એન્ટીક ફર્નિચરની સાથે લક્ઝરી સુવિધાઓ પણ જોવા મળશે. આ ઉપરાંત ઘરમાં એક મોટો પૂલ પણ બનાવવામાં આવ્યો છે.
આ સિવાય તમને અભિનેતાના ઘરમાં એક મોટો બગીચો પણ જોવા મળશે. જ્યાં અભિનેતાના બાળકો ઘણીવાર રમતા જોવા મળે છે.
અલ્લુ ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને તેના ઘરની ઝલક બતાવે છે. જેના દરેક લોકો ખૂબ વખાણ કરે છે.
અલ્લુ અર્જુનને તેની ફિલ્મ 'પુષ્પા' માટે નેશનલ એવોર્ડ મળ્યો છે. જેના માટે તેઓ ગઈકાલે દિલ્હી પહોંચ્યો હતો.