સરોગેસીમાં Amrita Raoના બાળકનું થયુ હતુ મોત, માતા બનવા માટે ચાર વર્ષ કર્યો સંઘર્ષ
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ અને આરજે અનમોલે પોતાના લેટેસ્ટ વ્લોગમાં એક મોટો ખુલાસો કર્યો છે. અમૃતા રાવે પોતાની પ્રેગ્નન્સી સ્ટ્રગલ વિશે વાત કરે છે. કેવી રીતે 4 વર્ષથી તેઓ બાળક માટે પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ તે ગર્ભ ધારણ કરી શક્યા નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમૃતાએ જણાવ્યું હતું કે ગર્ભધારણ ન કરી શકવાને કારણે તેણે અન્ય વિકલ્પો ટ્રાય કર્યા હતા જેમ કે IUI, સરોગેસી, IVF, હોમિયોપેથી, આયુર્વેદ. કપલ્સે જણાવ્યું કે તેમના બાળકનું સરોગેસીમાં મૃત્યુ થયું હતું. અમૃતાએ 2016માં પ્રેગ્નન્સી માટે પ્રયાસ શરૂ કર્યા હતા.
વીડિયોમાં અમૃતાએ જણાવ્યું કે તેને ગાયનેક દ્વારા બાળક માટે IUI કરાવવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ મળ્યું નથી. આ પછી ડોક્ટરે તેને સરોગેસી માટે કહ્યું.
અનમોલે જણાવ્યું કે તેણે સરોગેટ મધરનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ પછી દંપતીએ સરોગેસી પ્રક્રિયા શરૂ કરી. જોકે, ડૉક્ટરે અમૃતાને કન્ફર્મ કર્યું કે તેનું શરીર એકદમ સ્વસ્થ છે. તો શું તે સરોગસી દ્વારા બાળક ઈચ્છે છે? દંપતીએ જણાવ્યું કે કેવી રીતે ડૉક્ટરે તેમને સરોગેટ માતાની પ્રેગ્નન્સી વિશે માહિતી આપી અને બાળકના ધબકારા વિશે જણાવ્યું.
થોડા દિવસો પછી કપલને એક ખરાબ સમાચાર મળ્યા. તેમને ખબર પડી કે તેમણે સરોગેટ માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને ગુમાવી દીધું છે. અમૃતાએ જણાવ્યું કે આ સમાચાર સાંભળીને તેનું દિલ કેવી રીતે તૂટી ગયું.
આ ઘટના બાદ કપલે થોડો સમય બ્રેક લીધો હતો. આ પછી તેમણે IVF માટે પ્રયાસ કર્યો. પરંતુ આનાથી પણ દંપતીને કોઈ પરિણામ મળ્યું નહીં.ત્યારપછી તેઓ બીજી વખત IVF માટે પ્રયત્ન કર્યો પરંતુ તેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા.
તમામ પ્રયાસો છતાં અમૃતા અને અનમોલ માતા-પિતા બની શક્યા ન હતા. દંપતીએ મંદિરોના ચક્કર પણ લગાવ્યા, પછી આયુર્વેદિક ડૉક્ટર પાસે ગયા. આ દવાઓના કારણે અમૃતાને ચામડીની અલર્જી થઇ ગઇ હતી.
આ બધા પ્રયત્નોથી કંટાળીને અમૃતા વિચારતી હતી – મારે સંતાન હોવું જોઈએ કે નહીં? શું તેઓ તેમના વ્યસ્ત જીવનની વચ્ચે પણ બાળકનો ઉછેર કરી શકશે? બાળક જરૂરી છે કે નહીં? હવે તો અનમોલ પણ વિચારી રહ્યો હતો કે તેને સંતાન નહિ થાય. થોડા સમય પછી કપલ્સ થાઇલેન્ડમાં રજાઓ માણવા ગયા અને બધી સ્થિતિ બદલાઇ ગઇ હતી.
માર્ચ 2020માં અમૃતાને એક અલગ જ અનુભૂતિ થઈ હતી. જ્યારે અભિનેત્રીએ બ્લડ ટેસ્ટ કરાવ્યો ત્યારે કપલને તેઓના માતા-પિતા બનવાની જાણકારી મળી હતી. 11 માર્ચ, 2020ના દિવસે અમૃતા-અનમોલને તેમના જીવનની સૌથી મોટી ખુશી વિશે જાણવા મળ્યું. નવેમ્બર 2020 માં દંપતીએ તેમના પુત્ર વીરનું સ્વાગત કર્યું હતું.
All Photo Credit: Instagram