Anant-Radhika: અનંત અને રાધિકાના લગ્નની વિધિ શરૂ, ભરવામાં આવ્યું મામેરૂ
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. આ કપલ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ 3 જુલાઇએ એન્ટિલિયામાં તેમનું મામેરુ ભરવામાં આવ્યું હતું. પરિવાર ઉપરાંત બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ ભાગ લીધો હતો.
શ્લોકા મહેતાના માતા-પિતા, નીતા અંબાણીના માતા, ઈશા અંબાણીના સાસુ સ્વાતિ પીરામલ અને અનંત અંબાણીના મામાએ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના મામેરામા હાજરી આપી હતી.
આ સિવાય મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી પણ આ ફંક્શનમાં સામેલ થયા હતા.
બોલિવૂડ જગતમાંથી જ્હાનવી કપૂર તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે અનંત-રાધિકાના ફંક્શનમાં હાજરી આપવા પહોંચી હતી. રાધિકાના મિત્રો ઓરી, માનુષી છિલ્લર અને મીઝાન જાફરી પણ ફંક્શનનો ભાગ બન્યા હતા.
અંબાણી પરિવારે લગ્નની તારીખના 6 દિવસ પહેલા એટલે કે 5મી જુલાઈએ સંગીત સમારોહનું આયોજન કર્યું છે. આ સંગીત સેરેમની સાંજે 7 વાગ્યે શરૂ થશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કાર્ડમાં અંબાણી પરિવારના તમામ સભ્યોના નામ સામેલ કરવામાં આવ્યા છે. આ કોન્સર્ટ મુંબઈમાં 'નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર' ખાતે યોજાશે. જેમાં 2000 લોકો માટે બેઠક વ્યવસ્થા છે.
સંગીત સમારોહના વાયરલ કાર્ડ પર વિશેષ નામ આપવામાં આવ્યું છે. અનંત અને રાધિકાના લગ્ન પહેલાના ખાસ સમારંભનું નામ હતું સેલિબ્રેશન ઓફ હાર્ટ્સ - 'અ નાઈટ ઓફ સોંગ, ડાન્સ એન્ડ વન્ડર. આ નામ પરથી સ્પષ્ટ છે કે લગ્ન પહેલાની સંગીત સેરેમની આ કપલ માટે યાદગાર બની રહેવાની છે.
આ સંગીત સમારોહમાં ખાસ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. આ ડ્રેસ કોડ માત્ર અંબાણી પરિવાર જ નહીં, મહેમાનોએ પણ તેનું પાલન કરવું પડશે.
અનંત અને રાધિકા આ સંગીત સમારોહને પરંપરાગત ભારતીય રાખવા માંગે છે. આ કારણોસર અંબાણી પરિવારે સંગીત સમારોહની થીમ 'ઇન્ડિયન રીલ ગ્લેમ' રાખી છે.
આ સંગીત સેરેમનીમાં બોલિવૂડથી લઈને રાજકારણ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો અને વિદેશી સેલેબ્સ હાજરી આપે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ આ ખાસ ડ્રેસ કોડનું પાલન કરવું પડશે,
12 જુલાઈએ લગ્ન પછી 13 જૂલાઈએ આશીર્વાદ સમારોહ અને 14 જૂલાઈએ લગ્નનું રિસેપ્શન રાખવામાં આવ્યું છે.