અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ આપશે હાજરી

Anant Ambani Pre- Wedding- અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ હાજરી આપશે.

ફોટોઃ ટ્વિટર

1/12
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે આ દિવસોમાં ઉજવણીનો માહોલ છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. અંબાણી પરિવારે તેમના હોમટાઉન જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું છે. આ ફેટ પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ હાજરી આપવાના છે.
2/12
મહેમાનોની યાદીમાં પહેલું નામ બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને તેમના પરિવારનું છે. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના લગ્ન સમારોહમાં બચ્ચન પરિવારે પણ હાજરી આપી હતી. ઈશા અંબાણીના લગ્નમાં કન્યાદાન સમયે અમિતાભ બચ્ચને લગ્નના મહેમાનોને કન્યાદાનનો અર્થ સમજાવ્યો હતો.
3/12
આલિયા અને રણબીરની સાથે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ પ્રી-વેડિંગ ફંક્શનમાં સ્ટાઇલિશ અંદાજમાં હાજરી આપશે.
4/12
સૈફ અલી ખાન પણ પરિવાર સાથે અનંત અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે.
5/12
પ્રિ-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાથે તેના પરિવારના સભ્યો પણ હાજરી આપશે.
6/12
આ પ્રી-વેડિંગ ફંક્શનમાં વિકી કૌશલ અને કેટરીના કૈફ પણ હાજરી આપશે.
7/12
ચંકી પાંડેનો પરિવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ હાજરી આપશે.
8/12
અક્ષય કુમાર-ટ્વીંકલ ખન્ના સાથે અજય દેવગનને પણ પ્રી-વેડિંગ ફંક્શનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
9/12
આ યાદીમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનના નામ સામેલ છે. શાહરૂખ ખાન અને સલમાન ખાને છેલ્લી વખત ઈશા અંબાણીના લગ્નમાં ડાન્સ કર્યો હતો અને મહેમાનોને ભોજન પણ પીરસ્યું હતું.
10/12
જાહન્વી કપૂર પણ પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર પહોંચી ગઈ છે.
11/12
જામનગરમાં યોજાનાર પ્રિ-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડની ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિત પણ હાજરી આપશે.
12/12
કરણ જોહર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપશે.
Sponsored Links by Taboola