Ananya Bday Bash: અનન્યા પાંડેની બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યા આ સેલેબ્સ, સિદ્ધાંત અને નવ્યા પણ જોવા મળ્યા
તાજેતરમાં જ અનન્યા પાંડેએ પોતાનો 24મો જન્મદિવસ ઉજવ્યો હતો. હવે અભિનેત્રીના જન્મદિવસની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ આ રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યો છે.
અનન્યા પાંડેએ 30 ઓક્ટોબરે તેનો 24મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર તેણે ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો સાથે પાર્ટી કરી હતી.
પાર્ટીની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તમામ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં મેઇઝુ રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા છે.
આ દરમિયાન અનન્યા પાંડે લાઇટ ઓરેન્જ કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. તે રેસ્ટોરન્ટની બહાર તેના બેસ્ટ ફ્રેન્ડ અને અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી સાથે જોવા મળી હતી.
પાર્ટીમાં સિદ્ધાર્થ ચતુર્વેદી પણ બ્લેક એન્ડ કોમ્બિનેશન આઉટફિટમાં જોવા મળ્યો હતો. અનન્યા અને સિદ્ધાંતે ફિલ્મ 'ગહરાઇયાં'માં સાથે કામ કર્યું હતું, ત્યારથી બંને વચ્ચે ઘણી મિત્રતા છે.
આ દિવસોમાં નવ્યા નવેલી અને સિદ્ધાંત ચતુર્વેદીની રૂમર ડેટિંગ વિશે ઘણા સમાચાર છે. હાલમાં જ બંને હેલોવીન પાર્ટીમાં જોવા મળ્યા હતા અને આ ડિનર પાર્ટીમાં બંને સાથે જોવા મળ્યા હતા.